ગીતાના શ્લોકના ખોટા અનુવાદ માટે ભાજપના આ નેતાને માંગવી પડી માફી
નવી દિલ્હીઃ આગામી લોકસભાની ચૂંટણી માટે બધા પક્ષોએ તડમાર તૈયારી શરૂ કરી દીધી છે. સભાઓ અને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. દરમિયાન ભાજપના એક નેતાએ ગીતાના શ્લોકનો ખોટો અનુવાદ કરતા વિવાદ થયો હતો. આખરે હવે આ નેતાએ તેની ભૂલ બદ્દલ માફી માંગી છે.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ ભાગવત્ ગીતાના એક શ્લોકના ખોટા અનુવાદ માટે માફી માંગી છે. ગીતાના આ શ્લોકના ખોટા અનુવાદને કારણે વિવાદ થયો હતો. ત્યારે હવે આસામના મુખ્ય પ્રધાને a મુદ્દે મળી માંગી છે. ગીતાના શ્લોક સાથે સંકળયેલા એકસ પરની હિમંતા બીસ્વા સરમાની એક પોસ્ટ તેમને વિપક્ષના નિશાના પર લાવી દીધા હતા. ઘણા નેતાઓએ તેમના પર જાતિ વિભાજનને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો હતો.
આ અંગે ખુલાસો કરતા હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે આ શ્લોક તેમની ટીમ દ્વારા ફોલાવર્સ સાથે રોજ ગીતાનો શ્લોક શેર કરવાના ટ્રેડિશનને જાળવી રાખવા માટે તેમના એક્સ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ ભૂલ અંગેની જાણ થતાં જ એ પોસ્ટ ડિલીટ કરવામાં આવી હતી.
હિમંતા બિસ્વા સરમાએ વધુમાં જણાવ્યું હતું કે, નિયમિત રૂપે હું રોજ સવારે પોતાના સોશીયલ મિડીયા એકાઉન્ટ પરથી ભાગવત્ ગીતાનો એક શ્લોક અપલોડ કરી છું. અત્યાર સુધી મૈં 668 શ્લોક પોસ્ટ કર્યા છે. હાલમાં જ મારી ટીમના એક સભ્ય એ અધ્યાય 18 ના શ્લોક 44 માંથી ખોટા અનુવાદ વાળો શ્લોક પોસ્ટ કરી દિધો હતો. તેમણે કહ્યું કે ભૂલની જાણ થતાં જ અમે એ પોસ્ટ ડિલીટ કરી છે.
આસામના મુખ્ય પ્રધાને કહ્યું કે, જ્યારે મને ભૂલની જાણ થઈ ત્યારે તરત જ મૈં પોસ્ટ ડિલીટ કરી હતી. જે પોસ્ટ ડિલીટ કરી છે એની સામે જોઇને વાંધો હોય તો હું ઈમાનદારીથી માફી માંગુ છું. હિમંતા બિસ્વા સરમાની જે પોસ્ટ પરથી વિવાદ થયો હતો એમાં એમણે એક જાતિ વિશેષ નો ઉલ્લેખ ખોટી રીતે કર્યો હતો. ગીતાના શ્લોકને લઈને ઓલ ઇન્ડિયા મજલીસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના નેતા અને લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસી એ હિમંતા બિસ્વા સરમાં પર ટીકા કરતા કહ્યું કે તેઓ દરેક ભારતીય નાગરિક સાથે સમાન વ્યવહાર કરવાની પોતાની શપથ પુરી નથી કરી રહ્યાં. ઓવૈસીએ કહ્યું કે એક બંધારણીય પદ પર હોવાથી તમારે દરેક નાગરિક સાથે એકસમાન વ્યવહાર કરવો જોઈએ. આસામના લોકો આ ભૂલ ભોગવી રહ્યા છે.
હિમંતા બિસ્વા સરમાં એ તેમના માફીનામા વાળી પોસ્ટમાં એ પણ કહ્યું કે આસામ એક જાતિવિહિન સમાજની તસ્વીર છે. અને ખોટો અનુવાદ એક ભૂલ હતી.