ભાજપ વિકાસ માટેની હાઈ-ટેન્શન પાવર લાઈન છે, હેમંત સોરેનની પાર્ટીએ ટ્રાન્સફોર્મર બાળી નાખ્યું: અમિત શાહ
રાંચી: અમિત શાહે જેએમએમની આગેવાની હેઠળની ઝારખંડ સરકારની ટીકા કરીને તેની સરખામણી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળના કેન્દ્ર દ્વારા મોકલવામાં આવેલી સમૃદ્ધિને પ્રસારિત કરવામાં નિષ્ફળ રહેલા ‘બળી ગયેલા ટ્રાન્સફોર્મર’ સાથે કરી હતી.
ઝારખંડમાં જેએમએમની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર પર કટાક્ષ કરતા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે તેને ‘બળી ગયેલા ટ્રાન્સફોર્મર’ સાથે સરખાવ્યું હતું, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘હાઇ ટેન્શન પાવર લાઇન’ દ્વારા મોકલવામાં આવેલી સમૃદ્ધિની શક્તિને રિલે કરવામાં ‘નિષ્ફળ’ નિવડ્યું છે.
તેમણે લોકોને રામનવમીની શાંતિપૂર્ણ ઉજવણી માટે ભાજપને મત આપવા અપીલ કરી હતી અને વચન આપ્યું હતું કે જો ભાજપ સરકાર સત્તામાં આવશે તો તેઓ હજારીબાગમાં આવા ઉત્સવમાં સહભાગી થશે.
આ પણ વાંચો: “રાહુલ બાબા ચેતી જજો! નહિ આપી શકો લઘુમતીઓને અનામત” અમિત શાહે આપી ચેતવણી
નરેન્દ્ર મોદીની સરકાર એચટી (હાઇ ટેન્શન) પાવર લાઇન જેવી છે. એચટી લાઇન તમારા ઘરોને સીધી વીજળી આપી શકતી નથી; ટ્રાન્સફોર્મરની જરૂર પડે છે. હેમંત સોરેન સરકાર (ઝારખંડના મુખ્ય પ્રધાન) બળી ગયેલા ટ્રાન્સફોર્મર જેવી છે.
‘કેન્દ્ર વિકાસ માટે તેની એચટી લાઇન દ્વારા લાખો કરોડો રૂપિયા મોકલે છે, પરંતુ તે તમને પહોંચાડવામાં આવતા નથી. આ બળી ગયેલા ટ્રાન્સફોર્મરને બદલવાનો સમય આવી ગયો છે, એમ અમિત શાહે હજારીબાગમાં એક ચૂંટણી રેલીને સંબોધતા દાવો કર્યો હતો.
શાહે એવો આરોપ લગાવ્યો હતો કે જેએમએમની આગેવાની હેઠળનું શાસન મનરેગામાં રૂ. 1,000 કરોડ, જમીનના સોદામાં રૂ. 600 કરોડ, ખાણકામમાં રૂ. 1,000 કરોડ અને દારૂ સહિત અનેક કૌભાંડોમાં સામેલ હતું.
તેમણે રાજ્યના જેએમએમ-કોંગ્રેસ ગઠબંધન પર વડા પ્રધાન મોદી દ્વારા મોકલવામાં આવેલા મફત રેશનને ‘ખાઈ જવાનો’ આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો: Jharkhand Election 2024: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કરી આ મોટી જાહેરાત
‘ઝારખંડમાં જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધને માઓવાદીઓને સમૃદ્ધ થવા દીધા, પરંતુ પીએમ મોદીએ તેમને 10 વર્ષમાં જ ઉખેડી નાખ્યા,’ એવો દાવો તેમણેે કર્યો હતો.
કોંગ્રેસ પર પ્રહાર કરતા અમિત શાહે એવો આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસે કાશ્મીરને આતંકવાદનું હબ બનાવી દીધું હતું. તેના નેતાઓને લાલચોક જવાનો ડર લાગતો હતો, પરંતુ હવે હું તેમને તેમના પૌત્ર-પૌત્રીઓ સાથે નિર્ભયપણે લાલ ચોકની મુલાકાત લેવા જણાવું છું.
(પીટીઆઈ)