જનતા જાદુગર બનીને કોંગ્રેસને ગાયબ કરવાની છે: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ
રાજસ્થાનમાં મતદાનની તારીખ હવે ખૂબ નજીક આવી ગઇ છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ ચૂંટણીમાં સીધી સ્પર્ધા છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સમગ્ર રાજસ્થાનનો પ્રવાસ કર્યા બાદ હું વિશ્વાસ સાથે કહી શકું છું કે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન યાત્રા અંદાજે નવ હજાર કિલોમીટર સુધી ચાલી હતી. રાજસ્થાનની જનતા હંમેશા મોદીની સાથે ઉભી રહી છે. રાજસ્થાનના લોકો તુષ્ટિકરણ અને પરિવારવાદથી પરેશાન છે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે મેં કોંગ્રેસને અનેકવાર પ્રશ્નો પૂછ્યા છે પરંતુ મને જવાબ મળ્યો નથી. કોંગ્રેસ સરકારે 10 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. ભાજપે 9 વર્ષમાં 8 કરોડ રૂપિયા આપવાનું કામ કર્યું. રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓ અને દલિતોની હાલત કફોડી બની છે અને તુષ્ટિકરણનું રાજકારણ ચરમસીમાએ છે. ભ્રષ્ટાચાર અને કોંગ્રેસની લાલ ડાયરીએ ભ્રષ્ટાચારનું પ્રતીક છે.
આ સાથે ગૃહપ્રધાને કહ્યું હતું કે, જે 19 હજાર ખેડૂતો લોન ચૂકવી ન શક્યા તેમની જમીનની હરાજી કરવામાં આવી છે. જનતા જાદુગર બનીને કોંગ્રેસને ગાયબ કરવા જઈ રહી છે, પીએમ મોદીએ દેશને સમૃદ્ધ બનાવ્યો છે અને જનતા ભાજપને જંગી બહુમતી આપવા જઈ રહી છે. કોંગ્રેસ દરેક ખૂણામાં હારી રહી છે
સમગ્ર રાજસ્થાનનો પ્રવાસ કર્યા બાદ હું વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે આગામી સરકાર ભાજપની જ બની રહી છે. દરેક ખૂણામાં લોકોમાં પરિવર્તનનો મૂડ જોવા મળી રહ્યો છે અને રાજસ્થાનના લોકોએ દરેક ક્ષેત્રમાં નિષ્ફળ ગયેલી કોંગ્રેસ સરકારને વિદાય આપવાનું મન બનાવી લીધું છે, તેવું કેન્દ્રીય પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું.