નેશનલ

ભાજપને કઈ યોજનાનો થયો સૌથી મોટો લાભઃ પાંચ વર્ષમાં મળ્યું અધધધ ડોનેશન


નવી દિલ્હી: પાંચ વર્ષ પહેલાં સરકારે રાજકીય પક્ષોને ડોનેશન આપવા માટે ઇલેક્શન બોન્ડ સ્કિમ શરુ કરી હતી. આ યોજનાનો અમલ 2018ની સાલમાં થયો હતો. ત્યારથી અડધાથી વધુ એટલે કે 57 ટકા બોન્ડ ભાજપને મળ્યા છે. ભાજપ દ્વારા ચૂંટણી પંચમાં જમા કરવામાં આવેલ શપથ પત્ર મુજબ ભાજપને 2018થી 2022 દરમીયાન ઇલેક્શન બોન્ડના સ્વરુપે 5,271.97 કરોડ રુપિયાનું ડોનેશન પ્રાપ્ત થયું છે. ત્યાર બાદ કોંગ્રેસનો નંબર લાગે છે. કોંગ્રેસને 952.29 કરોડ રુપિયા ઇલેકશન બોન્ડ સ્વરુપે મળ્યા છે. 2022-23 આ આર્થિક વર્ષમાં રાજકીય પક્ષોની મિલકતનો વાર્ષિક અહેવાલ ચૂંટણી પંચ દ્વારા હજી સુધી પ્રકાશિત કરવામાં આવ્યો નથી.


નરેન્દ્ર મોદી સરકારે 2 જાન્યુઆરી 2018ના રોજ ઇલેક્શન બોન્ડ યોજનાની શરુઆત કરી હતી. કોઇ પણ ભારતીય નાગરીક અથવા તો ગ્રુપ અથવા કંપની ઇલેક્શન બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને ડોનેશન આપી શકે છે. અત્યાર સુધી રાજકીય પક્ષોને ડોનેશન રોકડ સ્વરુપે મળતું. તેથી તેમાં પારદર્શકતા ન હોવાનો આક્ષેપ વારંવાર કરવામાં આવતો. એક સમાચાર પત્ર દ્વારા રાઇટ ટુ ઇન્ફર્મેશન અંતર્ગત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાંથી મેળવેલ જાણકારી મુજબ 2017-18 અને 2021-22ના સમયગાળા દરમીયાન 9,208.23 કરોડ ઇલેક્શન બોન્ડ વેચ્યા છે.


રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પંચને રજૂ કરેલ અહેવાલમાં સામે આવેલ જાણકારી મુજબ છે્લલાં પાંચ વર્ષમાં ભાજપને ઇલેક્શન બોન્ડ હેઠળ 5,271.97 કરોડ રુપિયાનું ડોનેશન મળ્યું છે. જે પ્રાદેશીક પક્ષોની જે રાજ્યમાં સત્તા છે તેમને પણ ઇલેક્શન બોન્ડમાંથી ઘણું ડોનેશન પ્રાપ્ત થયું છે. તૃણમૂલ કોંગ્રેસની 2011થી પશ્ચિમ બંગાળમાં સત્તા છે. તેમને 767.88 કરોડ રુપિયાનું ડોનેશન મળ્યું છે. સૌથી વધુ ડોનેશન મેળવનાર પક્ષમાં ભાજપ પ્રથમ ક્રમાંકે છે પછી કોંગ્રેસ અને આ બંને બાદ તૃણમૂલ કોંગ્રેસનો વારો આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button