નેશનલ

ભાજપને આટલા કરોડ રૂપિયાનું દાન મળ્યું, કોંગ્રેસ સહિત ચાર પક્ષોના કુલ દાન કરતાં પાંચ ગણું વધારે

નવી દિલ્હી: આ વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી(Loksabha Election) પહેલા રાજકીય પક્ષોને મળેલા દાનની રકમ અંગે અહેવાલ જાહેર થયો છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ને 2022-23 દરમિયાન 720 કરોડ રૂપિયાનું દાન(Donation) મળ્યું હતું. આ રકમ દેશની ચાર મુખ્ય રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, CPI-M અને નેશનલ પીપલ્સ પાર્ટી(NPP)ને મળેલા કુલ દાન કરતાં પાંચ ગણી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ રિપોર્ટમાં આ માહિતી આપી છે.

આ યાદીમાં છઠ્ઠા નંબરે રહેલી બહુજન સમાજ પાર્ટીને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 20,000 રૂપિયાથી વધુનું દાન મળ્યું નથી. પાર્ટી છેલ્લા 17 વર્ષથી સતત તેને મળેલા દાનની રકમ જાહેર છે. નિયમ મુજબ રજિસ્ટર્ડ રાજકીય પક્ષોએ 20,000 રૂપિયાથી વધુના દાન તરીકે મળેલી કોઈપણ રકમ જાહેર કરવાની રહે છે.


એડીઆરના રિપોર્ટ અનુસાર, ભાજપને 7,945 દાન મળ્યા છે જેની કુલ રકમ 719.08 કરોડ રૂપિયા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 894 ડોનેશનમાં 79.92 કરોડ રૂપિયા મળ્યા છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) અને સીપીઆઈ (એમ) દ્વારા સમાન સમયગાળા દરમિયાન મળેલા કુલ દાન કરતાં ભાજપને મળેલું દાન પાંચ ગણું વધુ છે. ઉત્તર-પૂર્વમાં એનપીપી એકમાત્ર રાજકીય પક્ષ છે જેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છે.


ADRએ એ પણ જાહેર કર્યું કે રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી કુલ રૂ. 276.202 કરોડનું દાન મળ્યું હતું, ત્યારબાદ ગુજરાતમાંથી રૂ. 160.509 કરોડ અને મહારાષ્ટ્રમાંથી રૂ. 96.273 કરોડ મળ્યા હતા. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોના કુલ દાનમાં રૂ. 91.701 કરોડનો વધારો થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22 કરતાં 12.09 ટકા વધુ છે.


અહેવાલ મુજબ, 2021-22 દરમિયાન ભાજપને 614.626 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, જે 2022-23માં વધીને 719.858 કરોડ રૂપિયા થઈ ગયું છે, જે પાછલા નાણાકીય વર્ષમાં મળેલા દાન કરતાં 17.12 ટકા વધુ છે.


જયારે બીજી તરફ કોંગ્રેસને મળેલા દાનમાં ઘટાડો નોંધાયો છે. કોંગ્રેસ પાર્ટીને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન 95.459 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું, તે 2022-23 દરમિયાન ઘટીને 79.9 કરોડ રૂપિયા થઈ ગયું છે. ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં, CPI(M)ને મળેલા દાનમાં 39.56 ટકા (રૂ. 3.978 કરોડ)નો ઘટાડો જોવા મળ્યો છે અને AAP માટેના દાનમાં 2.99 ટકા અથવા રૂ. 1.143 કરોડનો ઘટાડો જોવા મળ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ