બાંગ્લાદેશમાં વધુ એક હિંદુની હત્યાનો ભાજપનો દાવો, ઉપદ્રવીઓએ હિંદુ ઘરોમાં આગ લગાવી દીધી

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ઉસ્માન હાદીની હત્યા બાદ હજુ પણ હાલાત બેકાબૂ છે. જેમાં હિંદુઓ પર સતત હુમલા થઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંદુ યુવક દીપુ દાસ અને અમૃત મંડળ બાદ વધુ એક હિંદુની હત્યા કરવામાં આવી છે. ભાજપ નેતા અમિત માલવિયાએ દાવો કર્યો છે કે બાંગ્લાદેશના પિરોજપુર જીલ્લામાં પલાસ કાંતિ સાહાને બર્બરતાથી મારી નાખવામાં આવ્યા છે. નજર જોનારાના મતે ઉપદ્રવીઓએ પહેલા ઘર બંધ કરી દીધું હતું અને બહાર આગ લગાવી દીધી હતી.
Cases of attacks on Hindus have reached an alarming level in Bangladesh.
— Amit Malviya (@amitmalviya) December 28, 2025
On December 27, at around 6am, Islamic radicals set fire to the homes of Hindu families in Dumuria village under Pirojpur district. Eyewitnesses stated that the attackers locked Palash Kanti Saha inside his… pic.twitter.com/TlDjbLXz2g
પીરોજપુર જિલ્લાના ડુમુરિયા ગામમાં હિંદુ ઘરોમાં આગ લગાવી
અમિત માલવિયાએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, બાંગ્લાદેશમાં હિંદુ પરના હુમલા ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે. 27 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગ્યે ઇસ્લામિક કટ્ટરપંથીઓએ પીરોજપુર જિલ્લાના ડુમુરિયા ગામમાં હિંદુ ઘરોમાં આગ લગાવી દીધી. પ્રત્યક્ષદર્શીઓએ અહેવાલ આપ્યો છે કે હુમલાખોરોએ પલાશ કાંતિ સાહાને તેના ઘરમાં બંધ કરી દીધા હતા અને પછી તેને આગ લગાવી દીધી હતી. એક દિવસ પહેલા જ બાંગ્લાદેશના પીરોજપુર સદર જિલ્લાના પશ્ચિમ ડુમુરિયાતલા ગામમાં બે હિન્દુ પરિવારોના પાંચ ઘર સળગાવી દેવામાં આવ્યા હતા.
પશ્ચિમ બંગાળના માલદા અને મુર્શિદાબાદને હિંસાને પણ યાદ કરી
અમિત માલવિયાએ આગળ લખ્યું છે કે, બાંગ્લાદેશમાં હિંદુ વિરુદ્ધ હિંસાની આ ઘટના પશ્ચિમ બંગાળના માલદા અને મુર્શિદાબાદમાં થયેલી હિંસાને યાદ અપાવે છે. જ્યાં મમતા બેનર્જીના કાર્યકાળ દરમિયાન હિંદુ ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા અને પિતા-પુત્રની જોડી હરગોવિંદ દાસ અને ચંદન દાસને ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા.
સીએમ મમતા બેનર્જીએ હિંદુઓના રક્ષણ માટે કશું ના કર્યું
અમિત માલવિયાએ એમ પણ લખ્યું છે કે, “પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ તે સમયે હિંદુઓના રક્ષણ માટે કંઈ કર્યું ન હતું. જેમ આજે તેમનું મૌન અને નિષ્ક્રિયતા સરહદ પારના ઉગ્રવાદીઓને પ્રોત્સાહન આપી રહી છે. જ્યારે હિંદુઓને ફક્ત તેમના ધર્મના કારણે નિશાન બનાવવામાં આવી રહ્યા છે ત્યારે દુનિયા આંખ આડા કાન કરી શકે નહીં.
આપણ વાંચો: પિતા વિવાદમાં અને પુત્ર જેલમાં: કોન્સ્ટેબલને થપ્પડ મારવી હુમાયુ કબીરના દીકરાને પડી ભારે



