‘રાહુલ ગાંધીને કોઈ સાથે પ્રેમ હતો પરંતુ…’ કંગના રનૌતે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વિશે આપ્યા નિવેદન
નવી દિલ્હી: Kangana Ranaut on Rahul Gandhi-Priyanka Gandhi: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ (Loksabha Election 2024 ) પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કંગના રનૌતે (Kangna Ranaut, Mandi seat) મીડિયા સાથે વાત કરતા રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આ દરમિયાન તેમણે પોતાના વિશે વાત કરતા કોંગ્રેસ પાર્ટી અને તેના મોટા નેતાઓ વિશે ખુલીને વાત કરી. કંગનાએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની સાથે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને (Indira Gandhi) લઈને પણ નિવેદન આપ્યું છે.
જાણો શું કહ્યું રાહુલ ગાંધી વિશે?
રાહુલ ગાંધી વિશે પોતાનું નિવેદન આપતા કહે છે કે, “રાહુલ ગાંધી મને તો પોતાની હાલતના વિકટીમ લાગે છે. મને નથી લાગતું કે જેટલા તેને નાકામયાબ દર્શાવવામાં આવ્યા છે તેટલા તે હોવા જોઈએ. બાળકો ખુદ પરિવારવાદના શિકાર થઈ જાય છે. મને લાગે છે આવા શિકાર રાહુલ ગાંધી છે. તેને બીજું કઈક કરવાની જરૂર હતી. બની શકે કે તેને એક્ટિંગ કરવી હશે.
તેમના માતા દુનિયાના સૌથી આમિર માતા છે, તેની ધન દોલતની કોઈ કમી નથી. સાંભળવા મળ્યું છે કે તે કોઈના પ્રેમમાં છે અને તેના લગ્ન નથી થઈ શક્યા. રાહુલ ગાંધીને કોઈ પણ તબક્કે સફળ નથી થઈ શક્યા, મને તે ઘણા એકલા લાગે છે. મને એવું લાગે છે કે તેના પણ ઘણું દબાણ લાવવામાં આવતું હશે કે તમે આ કરો, મે આવા બાળકો ફિલ્મ ઇંડસ્ટ્રીમાં પણ જોયા છે. તેમના માં બાપ તેની પછાડ પડી જતાં હોય છે. તેમનું જીવન નર્ક કરી દીધું હોય છે. કરો-કરો તમારે કરવું જ પડશે. હવે તેવા બાળકો એકડું બરબાદ થઈ ચૂક્યા છે. તેમની પણ આ જ સ્થિતિ છે. રાહુલ ગાંધીને કઈક અલગ કરવું જોઈતું હતું, તે વધુ સફળ થઈ શક્યા હોત. આ વાત તેની માતા ન સમજી શક્યા”
પ્રિયંકા ગાંધી વિશે શું કહ્યું?
મને રાહુલ અને પ્રિયંકા બન્ને સારા લાગે છે. મને તે બન્ને હાલતના માર્યા લાગે છે. મને લાગે છે કે તેમની માતાએ બંનેને આ રીતે ટોર્ચર ન કરવા જોઈએ. મને લાગે છે કે તેઓ સારા બાળકો છે, તેમને સુખી જીવન જીવવા દેવું જોઈએ, બંને પરેશાન લાગે છે.એવું લાગે છે કે બંને તેમના જીવનથી ખૂબ જ પરેશાન છે. હજુ પણ સમય છે, તેમની માતા તેમને સારી રીતે માર્ગદર્શન આપે.”