PM Modiએ ભાજપની પ્રાથમિક સદસ્યતા રિન્યૂ કરી, તમામ કાર્યકરોને અપીલ કરી
નવી દિલ્હી : ભાજપે સદસ્યતા અભિયાનની(BJP Sadasyata 2024) શરૂઆત કરી છે. જેમાં પીએમ મોદીએ ભાજપની પોતાની સદસ્યતાને રિન્યૂ કરી છે. તેમણે આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર આપી છે. પીએમ મોદીએ કહ્યું, ભાજપ એક કાર્યકર કેન્દ્રિત પાર્ટી છે. જે ઈન્ડિયા ફર્સ્ટના આદર્શ વાક્ય સાથે કામ કરે છે. મેં પાર્ટીની મારી પ્રાથમિક સદસ્યતાને રિન્યૂ કરી છે અને બધા કાર્યકરોને તેને રિન્યૂ કરવા વિનંતી કરું છું. હું ભાજપ સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત તમામ ક્ષેત્રના લોકોને ભાજપમાં જોડાવા આમંત્રણ આપું છું. તમે 8800002024 પર મિસ્ડ કોલ આપી શકો છો અથવા નમો એપ દ્વારા પણ કનેક્ટ થઈ શકો છો. ચાલો સાથે મળીને વિકસિત ભારતનું નિર્માણ કરીએ.
આખા દેશમાં આ સદસ્યતા અભિયાન શરૂ કર્યું
ઉલ્લેખનીય છે કે ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે. વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષના સભ્ય બનવા માટે તમારે માત્ર એક મિસ્ડ કોલ કરવાની જરૂર છે. આ સદસ્યતા અભિયાન પીએમ નરેન્દ્ર મોદીએ શરૂ કર્યું હતું. ભાજપ હેડક્વાર્ટર ખાતે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સભ્યપદ અભિયાનની શરૂઆતમાં મિસ્ડ કોલ દ્વારા પાર્ટીની સદસ્યતા લીધી. ભાજપે જમ્મુ-કાશ્મીર, હરિયાણા, ઝારખંડ અને મહારાષ્ટ્ર સિવાય આખા દેશમાં આ સદસ્યતા અભિયાન શરૂ કર્યું છે.
મિસ્ડ કોલ દ્વારા સભ્યપદ મેળવો
જે વ્યક્તિ ભાજપની સદસ્યતા લેવા માંગતા હોય તેમણે પોતાના ફોન પરથી મોબાઈલ નંબર 8800002024 પર મિસ્ડ કોલ કરવો પડશે. મિસ્ડ કોલ કર્યા પછી ફોન કરનાર વ્યક્તિ પર એક સંદેશ પ્રાપ્ત થશે. જેમાં સભ્યપદ નંબર લખેલો હશે.