ટોપ ન્યૂઝનેશનલ

પાંચ ટાઈમનું લાઉડસ્પીકર માથાનો દુખાવો….” ભાજપનાં ધારાસભ્યનું વિવાદિત નિવેદન…

જયપુર: હાલ ભાજપનાં અમુક નેતાઓ તેમના નિવેદનોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં હોળી અને જુમ્માની નમાજ એકસાથે હોય ત્યારે પણ અમુક રાજકીય નેતાઓનાં નિવેદનો ચર્ચામાં આવ્યા હતા અને ધૂળેટીનાં દિવસે ઉત્તર પ્રદેશ, બિહાર સહિતનાં રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવી પડી હતી, ત્યારે રાજસ્થાનનાં એક ભાજપનાં ધારસભ્યનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.

Also read : ‘4 બેગમ અને 36 બાળકો હવે નહીં ચાલે’, રાજસ્થાનના વિધાનસભ્યનું વિવાદાસ્પદ નિવેદન

5 વખત લાઉડસ્પીકર ખૂબ જ જોરથી વાગે છે
રાજસ્થાનના જયપુરની હવામહલ વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય બાલમુકુંદ આચાર્ય (Balmukund Acharya)એ ભાજપ લીગલ સેલના હોળી મિલન કાર્યક્રમમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે 5 ટાઈમની મોટી સમસ્યા માથાનાં દુખાવાનું કારણ બની રહી છે. દિવસમાં 5 વખત લાઉડસ્પીકર ખૂબ જ જોરથી વાગે છે. ઘણા લોકોને માઈગ્રેન અને માથાના દુખાવાની સમસ્યા રહે છે.

તમારી પાસે એક કેસ લઈને આવ્યો છું
તેમણે કહ્યું હતું કે હું મારા વકીલ તરીકે તમારી પાસે એક કેસ લઈને આવ્યો છું. આ ફરિયાદ જે ફક્ત તમે લોકો જ ઉકેલી શકો છો. ઘણા લોકોને માઈગ્રેન અને માથાના દુખાવાની સમસ્યા રહે છે. દિવસમાં 5 વખત લાઉડસ્પીકર ખૂબ જ જોરથી વાગે છે. કૃપા કરીને વકીલ તરીકે મારી વિનંતી સ્વીકારો. હું તમને મારા વકીલ તરીકે નિયુક્ત કરું છું અને તમે મને આ સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે મારા વકીલ બનો.

Also read : જયરામ રમેશે GST 2.0 નો ઉલ્લેખ કરી ભાજપ પર કર્યો કટાક્ષ, કહ્યું- પોપકોર્ન બાદ ડોનટ પર પડી અસર…

હોળી પર સંવેદનશીલ સ્થિતિ
ઉલ્લેખનીય છે કે એક દિવસે હોળીનો તહેવાર અને જુમ્માની નમાજ અદા કરવામાં આવી રહી હતી, ત્યારે ઉત્તર પ્રદેશ, બિહાર સહિતનાં રાજ્યોમાં સંવેદનશીલ સ્થિતિ સર્જાય હતી. અહી હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષની સ્થિતિ પેદા થઈ હતી અને તેને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ચાંપતી નજર રાખી હતી. તેમ છતાં અમુક સ્થળોએ છમકલું જોવા મળ્યું મળ્યું હતું. આ સ્થિતિનાં સર્જન પાછળ પણ રાજકીય નેતાઓની ભાષા પણ એક કારણ હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button