મમતાના ગઢમાં ગાબડું પાડવા ભાજપ અને RSS છ મહિના પહેલા જ મેદાનમાં! ગામડે-ગામડે સંપર્ક અભિયાન | મુંબઈ સમાચાર
નેશનલ

મમતાના ગઢમાં ગાબડું પાડવા ભાજપ અને RSS છ મહિના પહેલા જ મેદાનમાં! ગામડે-ગામડે સંપર્ક અભિયાન

કોલકાતા: ભાજપે પશ્ચિમ બંગાળમાં એક મોટા મિશન માટેની તૈયારી છ મહિના પહેલા જ આદરી જ દીધી છે. રાજ્યના છેવાડાના ગ્રામીણ ક્ષેત્રોમાં અને બંગાળના તમામ હિસ્સાઓમાં તેમની પહોંચ મજબૂત કરવા માટે પાર્ટીએ ત્રિસ્તરીય રણનીતિ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. જેમાં હવે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પણ તેમની મદદ કરી રહ્યું છે.

આ રણનીતિમાં RSS કાર્યકરો, ઓપીનિયન લીડર (લોકો પર પકડ ધરાવતા નેતાઓ) અને ભાજપના બૂથ કાર્યકરો શાંતિથી લોકોને પરિવર્તન માટે તૈયાર કરી રહ્યા છે. એ નોંધનીય છે કે તાજેતરના વર્ષોમાં, ભાજપે પશ્ચિમ બંગાળમાં ઝડપથી પોતાનો પ્રભાવ વધાર્યો છે. ત્રણ દાયકા સુધી શાસન કરનારા ડાબેરી પક્ષો અને તેમની પહેલા શાસન કરનાર કોંગ્રેસ પક્ષને ભાજપ દ્વારા સત્તા સંઘર્ષમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હવે, ફક્ત શાસક TMC અને મમતા બેનર્જી જ મેદાનમાં છે.

છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પોતાની બેઠકો ત્રણથી વધારીને ૭૭ સુધી પહોંચાડી દીધી હતી. કોંગ્રેસ અને વામપંથી દળોનું તો ખાતું પણ ખૂલી શક્યું નહોતું. તે સમયે ભાજપે પરિવર્તનનો એક માહોલ તૈયાર કરી દીધો હતો. મમતા બેનર્જીએ સીધી લડાઈમાં જંગી જીત નોંધાવી હતી. જોકે, ભાજપને પણ પોતાની જમીન મજબૂત કરવાનો મોકો મળી ગયો હતો.

ભાજપ કેવી રીતે ગામડે-ગામડે પહોંચી રહ્યું છે

ભાજપે સૌથી પહેલા પોતાને નીચલા સ્તર પર મજબૂત કરવાનું શરૂ કર્યું. સંગઠનમાં કુશળ રણનીતિકાર ગણાતા સુનીલ બંસલને મોટી જવાબદારી આપવામાં આવી છે. ભાજપે જમીની સ્તરે જન-જન સુધી પહોંચ બનાવવા માટે ઓપિનિયન લીડર્સ તૈયાર કર્યા છે. પાર્ટીના એક મોટા નેતાનું કહેવું છે કે લોકોમાં ઘૂસણખોરીને લઈને ઘણો અસંતોષ છે. આ ઉપરાંત, ટીએમસી વિરુદ્ધ સત્તા વિરોધી લહેર વધી રહી છે. ભાજપે હવે લોકોને પરિવર્તનનો વિશ્વાસ અપાવવાનો છે. આ માટે કાર્યકર્તાઓથી લઈને કેન્દ્રીય નેતૃત્વ સુધી પ્રયાસરત છે.

આપણ વાંચો:  પંજાબમાં ખેડૂતોને મળતી મફત વીજળી યોજના પર સંકટ! કેન્દ્ર લાવ્યું ડિસ્કોમ્સના ખાનગીકરણનો ફોર્મ્યુલા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button