આમ આદમી પાર્ટીની સરકારે કેગના 14 રિપોર્ટ દબાવ્યાનો ભાજપનો આરોપઃ વિધાનસભા સત્ર બોલાવવાની કરી માંગ…

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ધારાસભ્યોએ આજે આમ આદમી પાર્ટી (આપ) પર કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ)ના 14 રિપોર્ટને દબાવી રાખવાનો આરોપ લગાવ્યો અને તેને ગૃહમાં રજૂ કરવા માટે વિધાનસભા સત્ર તત્કાળ બોલાવવાની માંગ કરી હતી.
આ પણ વાંચો : મહાકુંભમાં આ વખતે થશે એકતાનો મહાયજ્ઞ: PM Modiએ કુંભના મહત્ત્વ અંગે કરી મોટી વાત
વિધાનસભામાં વિપક્ષના નેતા વિજેન્દ્ર ગુપ્તાએ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા આરોપ લગાવ્યો હતો કે આપના નેતૃત્વ હેઠળની સરકારે ભાજપના નેતાઓનો કોર્ટનો સંપર્ક કર્યા બાદ કેગના 10 રિપોર્ટ ઉપરાજ્યપાલને મોકલ્યા હતા જ્યારે ચાર રિપોર્ટ હજુ પણ પેન્ડિંગ છે.
તેમણે દાવો કર્યો હતો કે દિલ્હી સરકારે કેગના ચાર રિપોર્ટ હજુ સુધી લેફ્ટનન્ટ ગવર્નરને મોકલ્યા નથી જેથી તેને સાર્વજનિક થતા રોકી શકાય. ગુપ્તાએ દાવો કર્યો હતો કે આપ સરકારે દિલ્હી હાઈકોર્ટને લેખિતમાં આશ્વાસન આપ્યું હતું કે 29 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી આયોજીત કરવામાં આવેલા સત્ર વર્તમાન સાતમી દિલ્હી વિધાનસભાનું છેલ્લું સત્ર નહોતું.
વિધાનસભાનો પાંચ વર્ષનો પોતાનો કાર્યકાળ ફેબ્રુઆરી 2025માં પૂર્ણ કરશે અને 70 સભ્યોની વિધાનસભા માટે ટૂંક સમયમાં ચૂંટણી જાહેર થવાની સંભાવના છે. વિપક્ષના નેતાએ કહ્યું હતું કે આપ સરકાર દેશમાં એકમાત્ર એવી સરકાર છે જેણે આ રિપોર્ટને વિધાનસભામાં રજૂ કરવાની મંજૂરી આપી નથી.”
ગઈકાલે આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હી હાઈ કોર્ટને જણાવ્યું હતું કે વર્તમાન મુખ્ય પ્રધાન આતિષી, જેમની પાસે નાણા પોર્ટફોલિયો પણ છે, તેમણે દારૂની ડ્યુટી, પ્રદૂષણ અને નાણા પર કેગનો રિપોર્ટ લેફ્ટનન્ટ ગવર્નરને વિધાનસભામાં રજૂ કરવા માટે મોકલ્યો છે.
જો કે, દિલ્હી સરકારના વકીલે સ્પષ્ટતા કરી હતી કે તેમને આ સંબંધમાં લેખિત સૂચનાઓ મળી નથી અને કેસને રેકોર્ડ પર મુકવા માટે સમય માંગ્યો હતો. વકીલે પુષ્ટી કરી હતી કે લેફ્ટનન્ટ ગવર્નરની ઑફિસને 11 ડિસેમ્બરની રાત્રે વિધાનસભામાં રજૂ કરવા માટે 10 ફાઇલો મળી હતી.
આ પણ વાંચો : લોકસભામાં ‘બંધારણ’ની ચર્ચા પર અખિલેશ યાદવે PDAનો ઉલ્લેખ સાથે કરી મહત્ત્વની વાત; WATCH
આ અરજી ભાજપના ધારાસભ્યો વિજેન્દ્ર ગુપ્તા, મોહન સિંહ બિષ્ટ, ઓમ પ્રકાશ શર્મા, અજય કુમાર મહાવર, અભય વર્મા, અનિલ કુમાર વાજપેયી અને જિતેન્દ્ર નારાયણ દ્વારા દાખલ કરવામાં આવી છે.