ઘણા નેતા એવા હોય છે જે રાજનીતિ અને પક્ષથી પર હોય છે. સતત રાજનીતિ કરવી, વડા પ્રધાનપદ પર પહોંચવું, તીખાં ભાષણો કરવા અને છતાંય અજાતશત્રુ રહેવું લગભગ અશક્ય છે. આ અશક્યને શક્ય કરી બતાવ્યું હોય તો તે છે ભારતીય જનતા પક્ષના નેતા અને દેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી.
આજે 25 ડિસેમ્બરના રોજ તેમનો જન્મદિવસ છે. દેશમાં તેમને શ્રદ્ધાંજલિ આપવાના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે અમે તમને તેમના જ પુસ્તકમાંથી અમુક એવા કિસ્સા જણાવવા જઈ રહ્યા છે જે તેમની વાકછટ્ટા, હાજરજવાબીપણું અને સાથે નિખાલસતાનો પરિચય કરાવશે. આજે જ્યારે રાજકારણીઓને તીખાં સવાલો ગમતા નથી ત્યારે વાજપેયી પાસેથી શિખવા જેવું છે કે ગમે તેવા આડાઅવડા સવાલોના પણ કેવા સીધા અને તર્કબદ્ધ જવાબ આપી શકાય કે સામી વ્યક્તિ બીજી વાર સવાલ કરતા પહેલા પાંચવાર વિચાર કરે.
વડા પ્રધાનપદ પર હોવાથી તેમની વ્યક્તિગત જિંદગી પણ લોકો સમક્ષ મૂકાઈ ગઈ હતી. તેઓ અપરિણિત હતા એટલે અટલ બિહારી વાજપેયીને લગ્નને લઈને સૌથી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ ખૂબ જ લોકપ્રિય છે. હકીકતમાં, લગ્નને લગતા એક પ્રશ્ન પર અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, હું અપરિણીત છું… પણ કુંવારો નથી.કહેવાય છે કે આ લવ સ્ટોરીને ક્યારેય કોઈ નામ ન મળી શક્યું. તેમના આ સંબંધો વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે વાજપેયીએ ખૂબ જ બુદ્ધિચાતપર્યપૂર્વક જવાબ આપ્યો હતો
એકવાર ફરી તેમને લગ્ન મામલે પૂછવામાં આવ્યું હતું. એક પાર્ટીમાં એક મહિલા પત્રકારે અટલને પૂછ્યું, વાજપેયીજી, તમે હજી સુધી સિંગલ કેમ છો? આના પર તેણે જવાબ આપ્યો, આદર્શ પત્નીની શોધમાં. એટલે મહિલા પત્રકારે ફરી પૂછ્યું, તે મળી નથી?. વાજપેયીએ જવાબ આપ્યો કે મળી તો ગઈ પણ તેને પણ એક આદર્શ પતિ જોઈતો હતો.
તેમના વિશે મીડિયામાં એક વાત થોડી ઓછી ફેલાઈ હતી કે મિસિસ કૌલ નામની એક મહિલા વડા પ્રધાન આવાસમાં રહેતા હતા. પરંતુ તેમની પત્ની તરીકે નહીં.
કહેવાય છે કે આ લવ સ્ટોરીને ક્યારેય કોઈ નામ ન મળી શક્યું. તેમના આ સંબંધો વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે વાજપેયીએ ખૂબ જ બુદ્ધિચાતપર્યપૂર્વક જવાબ આપ્યો હતો.
તે સમયે વાજપેયી 1978માં વિદેશ મંત્રી હતા. તેઓ ચીન અને પાકિસ્તાનથી પરત ફર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન પત્રકાર ઉદયન શર્માએ પૂછ્યું, વાજપેયીજી, પાકિસ્તાન, કાશ્મીર અને ચીનની વાત બાજુ પર રાખો અને મને કહો કે મિસિસ કૌલની વાત શું છે? કૌલ વિશે પૂછવામાં આવેલ સવાલ સાંભળીને બધા ચૂપ થઈ ગયા. બધાની નજર હવે અટલ બિહારી વાજપેયી પર ટકેલી હતી. થોડીવાર મૌન રહ્યા પછી અટલ બિહારીએ હસતા હસતા જવાબ આપ્યો, આ કાશ્મીર જેવો મુદ્દો છે.
આવી જ એક વાતમાં તેમણે ભૂતપૂર્ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને પણ હસાવી દીધા હતા. એક વખત તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુએ જનસંઘની ટીકા કરી હતી. આના પર અટલે કહ્યું, હું જાણું છું કે પંડિતજી દરરોજ શીર્ષાસન કરે છે. જોકે તેઓ શીર્ષાસન કરે તો મને કોઈ વાંધો નથી, પરંતુ મારી પાર્ટીની તસવીરને ઊંધી નજરથી ન જુઓ. આના પર નેહરુ પણ જોરથી હસી પડ્યા.
આ વાત એંસીના દાયકાની છે. તે સમયે ઈન્દિરા ગાંધી દેશના પીએમ હતા. ઉત્તર પ્રદેશમાં દલિતો પર અત્યાચારની ઘટનાને લઈને અટલ બિહારી વાજપેયી પદયાત્રા પર હતા. વાજપેયીના મિત્ર અપ્પા ખટાટેએ તેમને પૂછ્યું કે પદયાત્રા ક્યાં સુધી ચાલશે? ફરી એવો જ જોરદાર જવાબ મળ્યોજ્યાં સુધી મને પદ નહીં મળે ત્યાં સુધી યાત્રા ચાલુ રહેશે.
વર્ષ 2004માં અટલ બિહારી વાજપેયી એક ચૂંટણી રેલીને સંબોધવા બિહાર પહોંચ્યા હતા. તેમણે મંચ પરથી કહ્યું કે, હું અટલ છું અને બિહારી પણ છું. આ સાંભળીને લોકોએ ખૂબ તાળીઓ પાડી. તેમના પુસ્તક હાર નહીં માનુંગા-એક અટલ જીવન ગાથામાં આવા ગમા કિસ્સા છે.