ટોપ ન્યૂઝનેશનલ

મણિપુરમાં બિરેન સિંહની મુખ્ય પ્રધાન પદ પરથી હકાલપટ્ટી થઇ શકે છે! કેટલાક વિધાનસભ્યો દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હી: ઉત્તર-પૂર્વીય ભારતનું મણિપુર રાજ્ય છેલ્લા એક વર્ષથી વધુ સમયથી હિંસાની આગમાં સળગી(Manipur violence) રહ્યું છે, સરકાર અને સેનાના અનેક પ્રયાસો છતાં રાજ્યમાં હિંસક ઘટનાઓ અટકી નથી રહી. હિંસા રોકવા અને શાંતિ સ્થાપવા નિષ્ફળ ગયેલા રાજ્યના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ(CM Biren Singh) સામે સતત સવાલો ઉઠી રહ્યા છે. વિપક્ષે અનેક વખત તેમના રાજીનામાની માંગ કરી છે. હવે મણીપુરના નેતૃત્વમાં સંભવિત ફેરફાર અંગે અટકળો ચાલી રહી છે.

અહેવાલ મુજબ બિરેન સિંહ સરકારના કેટલાક વિધાનસભ્યો મુખ્યપ્રધાન પદ પરથી બિરેન સિંહના રાજીનાની માંગ સાથે નવી દિલ્હી પહોંચ્યા છે, જો કે બિરેન સિંહે આ અટકળોને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો નિહિત સ્વાર્થને કારણે આવી અફવાઓ ફેલાવી રહ્યા છે.

મુખ્ય પ્રધાન બિરેન સિંહે શુક્રવારે સ્વીકાર્યું કે તેમની પાર્ટી અને સહયોગી પક્ષોના કેટલાક વિધાનસભ્યો દિલ્હી ગયા છે. તેમણે દાવો કર્યો કે આ વિધાનસભ્યો મણિપુરમાં હિંસાનો અસરકારક ઉકેલ લાવવા માટે બીજેપી નેતૃત્વ અને કેન્દ્રીય નેતાઓને મળવા ગયા છે. બિરેન સિંહે કહ્યું, “આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે કે વિધાનસભ્યો મારા રાજીનામાની માંગ કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ પાસે ગયા છે. આ બાબતોમાં કોઈ સત્ય નથી. આ બાબતો નિહિત સ્વાર્થ જૂથો દ્વારા ફેલાવવામાં આવી રહી છે.”

મણિપુરના મુખ્ય પ્રધાન બિરેન સિંહે કહ્યું, “ગુરુવારે મેં વિધાનસભ્યો સાથે બેઠક કરી હતી. નિર્ણય લેવામાં આવ્યો હતો કે મણિપુરમાં કાયમી શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે એક મેમોરેન્ડમ સબમિટ કરવામાં આવશે. ઉપરાંત, કેટલાક વિધાનસભ્યો લોકસભામાં NDAની જીત માટે કેન્દ્રીય નેતાઓ સાથે સૌજન્ય મુલાકાત કરશે.”

બિરેન સિંહે કહ્યું, “અમે નક્કી કર્યું છે કે કેન્દ્રીય નેતાઓને મળવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. મેમોરેન્ડમ પર NDAના લગભગ 34 વિધાનસભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા.”
મણિપુરના મુખ્યપ્રધાન કહ્યું કે, “બેઠકમાં વિધાનસભ્યોએ મણિપુર મુદ્દાને ઉકેલવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના પ્રયાસોની પ્રશંસા કરી છે. ગૃહ પ્રધાન અમિત શાહે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે વિવિધ એજન્સીઓ સાથે બેઠક યોજી છે. “

મણિપુરમાં 3 મે 2023ના રોજ હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં 200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મણિપુર હાઇકોર્ટે 27 માર્ચ 2023ના રોજ મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ (ST) યાદીમાં સામેલ કરવા માટે વિચારણા કરવાનો આદેશ આપ્યો હતો. આ સૂચના બાદ મણિપુરમાં વંશીય હિંસા ફાટી નીકળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો