નેશનલ

બિલ્કિસ બાનો કેસ: સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટનો આદેશ રદ કર્યો

નવી દિલ્હી: ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા કોમી રમખાણો દરમિયાન બિલ્કિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેનાં પરિવારના સાત સભ્યની હત્યાને લગતા કેસના 11 દોષીને રાહત આપતા ગુજરાત હાઈ કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટે એમ કહીને રદ કર્યો હતો કે એ આદેશ મગજ ચલાવ્યા વિના આપવામાં આવ્યો હતો.
ન્યાયધીશ બી. વી. નાગરત્ન અને ઉજાલ ભૂયાનની બનેલી ખંડપીઠે દોષીઓને બે અઠવાડિયામાં જેલના વહીવટકર્તાઓ સમક્ષ શરણાગતિ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો.
દોષીઓને રાહત આપતા આદેશને પડકારતી જનહિતની અરજીને માન્ય રાખતા ખંડપીઠે કહ્યું હતું કે ગુજરાત સરકાર રાહતના ચુકાદાને મંજૂરી આપવા યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે ગુનેગારો વિરુદ્ધ જ્યાં ખટલો ચલાવવામાં આવ્યો હતો અને તેમને સજા આપવામાં આવી હતી તે રાજ્ય દોષીઓની રાહતની અરજી અંગે નિર્ણય લેવાને પાત્ર છે અને દોષીઓ વિરુદ્ધ ખટલો મહારાષ્ટ્રમાં ચાલ્યો હતો.
અમે અન્ય મુદ્દાઓની મગજમારીમાં ન પડ્યા હોત, પરંતુ કેસ પૂરો કરવા અમારે એ કરવાની ફરજ પડી હતી.

100 પાનાનો ચુકાદો આપતા ખંડપીઠે કહ્યું હતું કે ગુજરાત સરકારે સત્તાનો ખોટો ઉપયોગ કરી કાયદાનો ભંગ કર્યો હતો અને એ આધારે પણ રાહતનો ચુકાદો રદ કરવાને પાત્ર હતો. (એજન્સી)ઉ

અમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે: બિલ્કિસનો પરિવાર
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનોના દોષિતોની સજા માફીના કેસ અંગેનો નિર્ણય જાહેર કરી દીધો છે. સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારના આદેશને ફગાવીને દોષીઓની સજા માફીના નિર્ણયને રદ કરી દીધો છે. આ સમયે કોર્ટે કહ્યું હતું કે કોઇ પણ મહિલા સન્માનની હકદાર છે. ત્યાં બીજી બાજુ બિલ્કિસના પરિવારે કોર્ટના આ નિર્ણયને આવકારતાં તેમને ન્યાયતંત્ર પર વિશ્વાસ છે એમ કહ્યું હતું. આ નિર્ણય પર બિલ્કિસ બાનોના પરિવારજનો, સગાંવહાલા અને પાડોશીઓએ ખૂશી વ્યક્ત કરી હતી. ગોધરાના દેવગઢ બારિયામાં એક ટીવી ચેનલ સાથે વાત કરતાં બિલ્કિસના પરિવારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે દોષિઓને મુક્ત
કરી દીધા હતાં. અને માટે અમે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અમને વિશ્વાસ છે કે ન્યાય મળશે. દેશના ન્યાયતંત્ર પર અમને ભરોસો છે. અમને ન્યાય જરૂર મળશે.
પાડોશીઓએ કહ્યું કે, બિલ્કિસનો પરિવારજનો દસ દિવસ પહેલાં અહીં જ રહેતા હતા. શરૂઆતથી જ ડરને કારણે તેઓ અલગ અલગ સ્થળોએ જઇને રહેતાં. સલામતીને કારણ તેઓ હાલ ગુજરાતથી બહાર જતાં રહ્યાં છે. તેમણે કહ્યું કે આવનારા દિવસોમાં બિલ્કિસ અને તેના પતિ જ કહેશે કે તેઓ મીડિયા સાથે ક્યારે વાત કરશે.
આ મામલે કોંગ્રેસના નેતા રહી ચૂકેલા અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે બિલ્કિસને ન્યાય આપ્યો છે. અમને વિશ્વાસ હતો કે ગુજરાત સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટ બદલી નાખશે. આજે ખરેખર શુભ સમાચાર મળ્યા છે.
મુમતાઝે કહ્યું કે, બિલ્કિસનું જીવન ખુબ મુશ્કેલ છે. સલામતીના ભાગ રૂપે તેને દર મહિને ઘર બદલવું પડે છે. આજે પણ તેના પર ખૂબ પ્રેશર છે. આવો નિર્ણય જરૂરી હતો. આ ઘટના માટે કોઇ માફી ના હોવી જોઇએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button