દિલ્હીમાં પ્રોપર્ટી ડિલરના ઘરે ફાયરિંગ…
દિલ્હીના રાનીબાગ વિસ્તારમાં કેટલાક બાઇક સવાર બદમાશોએ અક પ્રોપર્ટી ડિલરના ઘર પર ગોળીબાર કરીને સનસનાટી મચાવી દીધી હતી. જોકે, આ ફાયરિંગમાં કોઇને ઇજા થઇ નથી. બાઇક પર ભાગતા પહેલા બદમાશઓએ પ્રોપર્ટી ડિલરના ઘરની અંદર એક કાપલી ફેંકી હતી, જેમાં ગેંગસ્ટર કૌશલ ચૌધરી અને પવન શૌકીન બાંબિયાના નામ લખેલા હતા.
આ પણ વાંચો : Delhi Blast ની પાછળ ખાલિસ્તાની સ્લીપર સેલ ? પાકિસ્તાની ટેલિગ્રામ ચેનલનો દાવો
પોલીસે એવી શંકા વ્યક્ત કરી છે કે ખંડણી માટે થઇને આ ગોળીબાર કરવામાં આવ્યો છે. . પોલીસે ઘટના સ્થળે તપાસ કર્યા બાદ કેસ નોંધ્યો છે. પ્રોપર્ટી ડિલર તેમના પરિવાર સાથે રાણીબાગના શારદા નિકેતન વિસ્તારમાં રહે છે. તેમનું સોનીપત ખાતે પ્રોપર્ટી ડિલીંગનું કામકાજ છે. શનિવારે રાતે 8.40 કલાકે પોલીસને પ્રોપર્ટી ડિલરના ઘર પર ગોળીબાર થયો હોવાની માહિતી મળી હતી.
માહિતી મળતા જ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ક્રાઇમ અને ફોરેન્સિક ટીમને પણ બોલાવવામાં આવી હતી. તેમણે ઘટના સ્થળ પરથી અડધઓ ડઝન શએલ કેસીંગ્સ અને બીજા પુરાવાનો ભેગા કર્યા હતા.
ગોળીબાર કરીને ભાગતા પહેલા બદમાશોએ ગેંગસ્ટર કૌશલ ચૌધરી અને પવન શૌકીન બાંબિયાનું નામ લખેલી કાપલી ફેંકી હતી.
આ પણ વાંચો : Delhi પોલીસે ISIS ના મોસ્ટ વોન્ટેડ આતંકીની ધરપકડ કરી
પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ લીધા છે. પોલીસને એવી શંકા છે કે ખંડણી માગવા માટે ફાયરિંગ કરી ગભરાટ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ તપાસમાં વ્યસ્ત છે.