આપણું ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

Rajasthan Accident: બિકાનેરમાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, કચ્છના ડોક્ટર પરિવારના 5 સભ્યોના મોત

બિકાનેર: રાજસ્થાનના બિકાનેર નજીક રાસીસર પાસે માર્ગ અકસ્માતમાં(Bikaner accident) કચ્છના બે ડોક્ટર પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા છે. બિકાનેરના નોખા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા એક્સપ્રેસ વે પર ટ્રક અને SUV કાર વચ્ચે ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. મૃતદેહોને નોખાની જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.

અહેવાલો મુજબ અકસ્માતમાં ભુજના ડો. પ્રતિક, તેમની પત્ની હેતલ અને 18 મહિનાની પુત્રી નાયસા, ગુજરાતના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડો. પૂજા અને તેમના પતિ કરમકૃષ્ણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.


સુત્રોના જણાવ્યા મુજબ તેઓ રજાઓ ગાળવા ગુજરાતથી કાશ્મીરના પહેલગાંવ ગયા હતા, તેઓ સ્કોર્પિયો કારમાં પરત ફરી રહ્યા હતા. બિકાનેરના નોખા જીલ્લામાં કાર હાઈવે પર ઉભેલી એક ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી, અકસ્માત એટલો ભયાનક હતી કે સ્કોર્પિયો કારનો અડધાથી વધુ ભાગ ટ્રક નીચે ઘૂસી ગયો હતો. ટ્રકચાલકે ખુદ પોલીસને જાણ કરી હતી.


આ અકસ્માત આજે વહેલી સવારે થયો સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અકસ્માત બાદ નેશનલ એક્સપ્રેસ હાઈ-વે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.


બિકાનેર જિલ્લાની નોખા પોલીસે જણાવ્યું હતું કે તમામ લોકો ગંગાનગર થઈને ગુજરાત તરફ જઈ રહ્યા હતા. સ્કોર્પિયો કાર પૂરપાટ વેગે ભારત માલા રોડ પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન, ડ્રાઈવરને ઊંઘની ઝપકી આવી જતા કાર આગળ ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. કારને ટ્રકથી અલગ કરવા માટે ક્રેન બોલાવવી પડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button