
પટનાઃ જે રાજ્યમાં ચૂંટણી હોય તેના થોડા મહિના તે રાજ્યના લોકો માટે ગોલ્ડન પીરિયડ બની જાય છે. સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના જાહેર કરવામાં આવે છે. બિહારમાં આ વર્ષે ચૂંટણી છે અને બિહાર સરકાર પણ એકબાદ એક યોજના શરૂ કરી રહી છે. તાજેતરમાં બિહાર સરકારે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત અનેક લોકોનું વીજળી બિલ ઝીરો થઈ જશે.
આ લોકોનું બિલ ઝીરો થઈ જશે
વિધાનસભા ચૂંટણી પહેલા બિહાર સરકારે એક મોટી જાહેરાત કરી છે. હવે બિહારના લોકોને 100 યુનિટ વીજળી ફ્રી મળશે. ચૂંટણી પહેલા સરકારનો તેને માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. બિહારના નાણા વિભાગની આ યોજનાને મંજૂરી મળી ગઈ છે અને હવે કેબિનેટની લીલી ઝંડી મળવાની બાકી છે.
આ પણ વાંચો: લોકોએ વીજળી અંગે ફરિયાદ કરી તો નેતાજીએ લગાવ્યા જય શ્રી રામના નારા, ઉર્જા પ્રધાન એકે શર્માનો વીડિયો વાયરલ
આ યોજના અંતર્ગત 100 યુનિટ સુધી વીજળીના બિલનો ખર્ચ સરકાર ઉપાડશે. તેનાથી વધારે બિલ આવવા પર જે તે વ્યક્તિએ બિલ ચૂકવવું પડશે. બિહારમાં શહેરી વિસ્તારમાં પ્રથમ 50 યુનિટ માટે 7.57 રૂપિયા પ્રતિ યુનિટ ચાર્જ છે, આ લિમિટ બાદ 7.96 રૂપિયા ચુકવવા પડે છે.