નેશનલ

બિહારના સમસ્તીપુરમાં ટ્રેન પર પથ્થરમારો થતા કોચના કાચ તૂટ્યા, ઘણા મુસાફરો ઘાયલ

પટના: છેલ્લા કેટલાક સમયથી ટ્રેન પર પથ્થરમારા અને ટ્રેન ઉથલાવી પાડવાના પ્રયસોના બનાવોમાં વધારો થયો છે. એવામાં ગુરુવારે રાત્રે બિહારના સમસ્તીપુર (Samastipur) માં ટ્રેન પર પથ્થર મારાની ઘટના (Stone pelting on train) બની હતી. સમસ્તીપુર સ્ટેશનના આઉટર સિગ્નલ જયનગરથી નવી દિલ્હી જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ પર પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. જેની સારવાર સમસ્તીપુરમાં જ કરવામાં આવી હતી. રેલવ પોલીસ આ ધટનાની તપાસ કરી રહી છે.

અહેવાલ મુજબ લગભગ 11 વાગ્યે સમસ્તીપુરમાં થોડો સમય રોકાયા બાદ ટ્રેન મુઝફ્ફરપુર તરફ જવા રવાના થઈ હતી. આઉટર સિગ્નલ પર પહોંચતા જ ટ્રેન પર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. અચાનક થયેલા પથ્થરમારાથી મુસાફરો ગભરાઈ ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે જીઆરપીની એસ્કોર્ટ પાર્ટી ટ્રેનની અંદર હાજર હતી. ટ્રેન લગભગ 45 મિનિટના વિલંબથી મુઝફ્ફરપુર જંકશન પહોંચી હતી.

માહિતી મળતાં જ આરપીએફ અને જીઆરપીના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટનાની તપાસ કરી. પથ્થરમારાના કારણે પેન્ટ્રી કાર પાસે આવેલા A-1 અને B-2 કોચના કાચ તૂટી ગયા હતા. ઘણા સ્લીપર કોચની બારીઓ પર પણ પથ્થરો વાગ્યા હતાં.

ડિબ્રુગઢ-નવી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસ પર પણ પથ્થરમારો:
સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસની પહેલા એજ રૂટ પર પસાર થયેલી ડિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ પર પણ પથ્થરમારો થયો હોવાના અહેવાલ છે, પરંતુ તેની પુષ્ટિ થઈ શકી નથી. રેલવે અધિકારીઓએ જણાવ્યું કે, પથ્થરમારો કરનારાઓની ઓળખ કરવામાં આવી રહી છે.

મહાબોધિ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો:
અગાઉ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાબોધિ એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો થયો હતો. યમુના બ્રિજ પાસે કેટલાક આસમાંજીક તત્વોએ ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો. તેમાંથી એક પથ્થર ગાર્ડની બ્રેક પેનલ પર વાગ્યો હતો. પથ્થરમારાની ઘટનામાં કોઈ મુસાફરો કે રેલવે કર્મચારીઓને ઈજા થઈ ન હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button