ટોપ ન્યૂઝનેશનલ

બિહારમાં 75 ટકા અનામતનો ખેલ પૂરો!

સરકાર સામે મોટો પડકાર

પટનાઃ બિહાર સરકારે સરકારમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત જાતિ (BC) અને અત્યંત પછાત જાતિના લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવા અને બિહારમાં જીવનધોરણ સુધારવા માટે અનામતનો વ્યાપ 10 ટકા વધારીને 75 ટકા કર્યો હતો. હવે બિહારમાં અનામતનો વ્યાપ વધારવા સામે પટના હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. બિહારમાં 75 ટકા અનામતને સિવિલ સોસાયટીના સભ્યોએ હાઈકોર્ટમાં પડકાર્યો છે અને કહ્યું છે કે અનામતના નિયમો તાર્કિક નથી. 50 થી 75 ટકા સુધી અનામત લાગુ કરવી યોગ્ય નથી અને તેની સમીક્ષા થવી જોઈએ. આ કેસમાં લિસ્ટિંગ કરતા પહેલા અરજીની નકલ એડવોકેટ જનરલની ઓફિસને મોકલવામાં આવી છે. ચીફ જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની પરવાનગી બાદ તેનું લિસ્ટિંગ કરવામાં આવશે.

આ અરજીમાં નવા સુધારાઓ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જાતિ સર્વેક્ષણના આધારે સુધારો કરવામાં આવ્યો છે. આ જાતિ સર્વેક્ષણમાં આ પછાત જાતિઓની ટકાવારી 63.13 ટકા હતી, જ્યારે તેમના માટે અનામત 50 ટકાથી વધારીને 65 ટકા કરવામાં આવી છે. આ વસ્તીના પ્રમાણમાં અનામતની જોગવાઈ નથી. અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બંધારણીય જોગવાઈઓ મુજબ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા માટે અનામતની જોગવાઈ કરવામાં આવી હતી. વસ્તીના પ્રમાણમાં અનામત આપવાની કોઈ જોગવાઈ નથી. રાજ્ય સરકાર દ્વારા પસાર કરવામાં આવેલો સુધારેલ કાયદો ભારતીય બંધારણના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.


અગાઉ નીતીશ સરકારે આ બિલને વિધાનસભાના શિયાળુ સત્રમાં પસાર કરીને લાગુ કરવાની જાહેરાત કરી હતી. રાજ્યપાલ કક્ષાએથી આખરી મંજુરી મળ્યા બાદ આ બિલને રાજ્યમાં તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યુ છે. અગાઉ તમામ પ્રકારની અનામત કેટેગરી માટે 65 ટકા ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે અને અનરિઝર્વ્ડ કેટેગરી માટે 35 ટકા ક્વોટા નક્કી કરવામાં આવ્યો હતો. બિનઅનામત વર્ગ માટેના 35 ટકા ક્વોટામાંથી 10 ટકા તો સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગો માટે નિર્ધારિત છે. આ રીતે રાજ્યમાં તમામ પ્રકારની અનામતનો વ્યાપ જોઈએ તો તે 60 ટકાથી વધીને 75 ટકા થયો છે. આ જાહેરનામું બહાર પાડ્યા પછી, આ નવી જોગવાઈને તમામ સરકારી ભરતીઓ અને સંસ્થાઓમાં નોંધણીમાં અનુસરવામાં આવશે.


નવી અનામત નીતિ અનુસાર અનામત વર્ગ માટે 65 ટકાની મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેમાંથી અનુસૂચિત જાતિ માટે 20 ટકા, અનુસૂચિત જનજાતિ માટે 2 ટકા, અત્યંત પછાત વર્ગ માટે 25 ટકા અને પછાત વર્ગ માટે 18 ટકા મર્યાદા રાખવામાં આવી છે. . આ સિવાય સામાન્ય અને બિન અનામત વર્ગના લોકો માટે 35 ટકા ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. જેમાં સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકો માટે 10 ટકા ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે. આ રીતે રાજ્યમાં તમામ પ્રકારની અનામતનો વ્યાપ જોઈએ તો તે 60 ટકાથી વધીને 75 ટકા થયો છે. આ જાહેરનામું બહાર પાડ્યા પછી, આ નવી જોગવાઈને તમામ સરકારી ભરતીઓ અને સંસ્થાઓમાં નોંધણીમાં અનુસરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો… હેર વૉશ કરતા પહેલા આ ટીપ્સ રાખો ધ્યાનમાં આ છે દેશના રોમાંચક રેલવે રૂટ, એક વખત ટ્રાવેલ કરી લીધું તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker