બિહારમાં ભારે સુરક્ષા વચ્ચે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ, 1 લાખ સુરક્ષા જવાન તૈનાત કરાશે

નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત બાદ હવે ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને સલામત વિધાનસભા ચૂંટણી માટે 1 લાખ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી શકે છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા જવાનો બિહાર પોલીસ સાથે કાર્ય કરશે.
ચૂંટણી પંચે 243 સભ્યોની બિહાર વિધાનસભા માટે બે તબક્કાના મતદાનની તારીખો જાહેર કરી છે. જેમાં પ્રથમ તબકકા માટે મતદાન 6 નવેમ્બરે યોજાશે. જ્યારે બીજા તબક્કા માટે મતદાન 11 નવેમ્બરે યોજાશે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 14 નવેમ્બરે થશે.
આપણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, આ તારીખે પરિણામો આવશે…
500 CAPF કંપનીઓ બિહાર પહોંચી
આ ઉપરાંત સુરક્ષા માટે લગભગ 500 CAPF કંપનીઓ બિહારમાં પહેલેથી જ પહોંચી ગઈ છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ અને ગૃહ મંત્રાલયની અંતિમ મંજૂરી પછી આ સંખ્યા વધીને 1,200 કંપનીઓ થઈ શકે છે.
આ કર્મચારીઓમાંથી મોટાભાગના સશસ્ત્ર સીમા બળ ના હશે. તેમજ સીઆરપીએફ,બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સના જવાનો પણ તૈનાત કરવામાં આવશે.
આપણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણી અંગે દિલ્હીમાં ચર્ચાનો દોર શરૂ! અમિત શાહના નિવાસસ્થાને યોજાઈ બેઠક
બિહારે 1,800 કંપનીઓની માંગ કરી
ઉલ્લેખનીય છે કે, બિહારે ચૂંટણી પંચ પાસેથી 1,800 કંપનીઓ માંગ કરી છે. જ્યારે સુરક્ષા દળના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે દરેક મતદાન મથક પર સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બિહાર પોલીસ સાથે કામ કરીશું. અમારું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે દરેક મતદાર ભય વિના મતદાન કરી શકે