નેશનલ

Bihar Politics: ‘દરવાજા હંમેશા ખુલ્લા જ રહે છે…’ નીતિશ કુમાર અંગે લાલુનું મહત્વનું નિવેદન

પટના: થોડા દિવસ પહેલા નીતીશ કુમાર રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથેના મહાગઠબંધન સાથે છેડો ફાડીને ભાજપની આગેવાની હેઠળના NDAમાં સામેલ થયા હતા. બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ યુનાઈટેડ(JDU)ના વડા નીતિશ કુમાર અંગે RJD સુપ્રીમો લાલુ યાદવે મહત્વનું નિવેદન આપ્યું છે. લાલુ પ્રસાદ યાદવે કહ્યું છે કે અમે જોઈશું કે નીતિશ કુમાર ફરીથી મહાગઠબંધનમાં જોડાય છે કે નહીં. દરવાજા હંમેશા ખુલ્લા જ રહે છે. લાલુ યાદવના આ નિવેદન પરથી અનેક રાજકીય અર્થ કાઢવામાં આવી રહ્યા છે.

જોકે, નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે NDA સાથે જ રહેશે. ભાજપ સાથે બિહારમાં સરકાર બનાવ્યા બાદ નીતિશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. મુખ્ય પ્રધાન પદના શપથ લીધા બાદ નીતિશે કહ્યું, ‘હું પહેલા પણ તેમની સાથે હતો. અમે જુદા જુદા રસ્તાઓ પર ચાલ્યા, પરંતુ હવે અમે સાથે છીએ અને હંમેશા રહીશું. હું જ્યાં હતો ત્યાં પાછો આવ્યો છું અને હવે બીજે ક્યાંય જવાનો પ્રશ્ન જ નથી.’


જાન્યુઆરીના અંતમાં નીતીશ કુમારે મહાગઠબંધન સાથે સંબંધ તોડી નાખ્યા હતા અને મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ તે જ દિવસે તેમણે એનડીએ ગઠબંધન સાથે જોડાઈ નવી સરકારના વડા તરીકે શપથ લીધા હતા.


વર્ષ 2013માં ભાજપે ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા અને જેને કારણે નારાજ થયેલા નીતિશે 1996થી ચાલી રહેલા ગઠબંધનને તોડવાની જાહેરાત કરી હતી.


જેડીયુએ 2014ની લોકસભા ચૂંટણી એકલા હાથે લડી હતી અને પરંતુ માત્ર બે બેઠકો જીતી શકી હતી. આ હારની નૈતિક જવાબદારી લેતા નીતિશે સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું અને સરકારની કમાન જીતન રામ માંઝીને સોંપી દીધી. પરંતુ થોડા જ મહિનામાં નીતિશનું મન બદલાઈ ગયું અને તેઓ રાજભવન પહોંચ્યા, વિધાનસભ્યોને સમર્થન પત્રો સોંપ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો અને ફરીથી મુખ્ય પ્રધાન બન્યા.


2014માં તેણે લાલુ યાદવની પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. 2015ની વિધાનસભા ચૂંટણીમાં JDU-RJDના મહાગઠબંધનને પૂર્ણ બહુમતી મળી. RJDએ JDU કરતા વધુ બેઠકો જીતી અને નીતિશ કુમારના નેતૃત્વમાં મહાગઠબંધનની સરકાર બની. નીતીશની મહાગઠબંધન સરકારમાં તેજસ્વી ડેપ્યુટી સીએમ હતા.


ત્યાર બાદ ભ્રષ્ટાચારના એક કેસમાં તેજસ્વીનું નામ સામે આવ્યું હતું. આ પછી નીતિશે પોતાનો વિચાર બદલી નાખ્યો. વર્ષ 2017માં તેઓ આરજેડી સાથે ગઠબંધન તોડીને ભાજપમાં જોડાયા હતા. જેડીયુએ 2019ની લોકસભા ચૂંટણી અને 2020ની બિહારની ચૂંટણી ભાજપ સાથે મળીને લડી હતી. JDUએ લોકસભા ચૂંટણીમાં 16 બેઠકો જીતી હતી પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને માત્ર 43 બેઠકો જ મળી.


વર્ષ 2022માં નીતિશ કુમારે ફરીથી ભાજપ સાથે છેડો ફાડી અને આરજેડી સાથે ગઠબંધન કર્યું. નીતિશ કુમારે આરજેડી સાથે મળીને સરકાર બનાવી અને તેજસ્વી યાદવે તેમની સરકારમાં ફરીથી ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.


હવે તેમણે ફરીથી ભાજપ સાથે હાથ મિલાવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત