બિહારના રાજકારણમાં ગરમાવો, પીએમ મોદીને મળ્યા બાદ નીતિશ કુમાર સીધા પાર્ટી ઓફિસ પહોંચ્યા

પટના : નવી દિલ્હીમાં પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી એનડીએની બેઠકમાં બિહારના સીએમ નીતિશ કુમાર સામેલ થયા બાદ બિહારની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. જેમાં સીએમ નીતિશકુમાર દિલ્હીથી આવ્યા બાદ તરત જ જનતા દળ યુનાઇટેડની ઓફિસ પહોંચ્યા હતા. તેમની સાથે કેબિનેટ સાથી અને નજીકના સહયોગી અશોક ચૌધરી પણ હતા. મુખ્યમંત્રીએ પ્રદેશ પ્રમુખ ઉમેશ કુશવાહા સાથે પણ ચર્ચા કરી હતી.
કાર્યકરો પાસેથી પ્રતિક્રિયા લીધી હતી
જેમાં મળતી માહિતી મુજબ, સીએમ નીતિશે પાર્ટી ઓફિસમાં લગભગ 15 થી 20 મિનિટ ચર્ચા કરી હતી.પાર્ટી ઓફિસમાં સીએમ નીતિશ કુમારના સમર્થનમાં જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દિલ્હીથી પરત ફરેલા નીતિશ કુમારનું કાર્યાલયમાં કાર્યકરો દ્વારા ખૂબ જ ઉત્સાહથી સ્વાગત કરવામાં આવ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમારે કેટલાક મુદ્દાઓ પર કાર્યકરો પાસેથી પ્રતિક્રિયા લીધી હતી.
આપણ વાંચો: દિલ્હી એરપોર્ટ પર “વિકાસ છલકાયો”! વરસાદથી શેડ તૂટતા કોંગ્રેસે કર્યા આકરા પ્રહાર…
એનડીએ બેઠકમાં બિહાર ઇલેક્શન અને જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે ચર્ચા
નીતિશ કુમારના અચાનક જેડીયુ કાર્યાલયમાં આગમનથી રાજ્યમાં રાજકીય ચર્ચા વધુ તેજ બની છે. નીતિશકુમારે દિલ્હીમાં નીતિ આયોગ અને ત્યાર બાદ એનડીએની બેઠકમાં ભાગ લીધો હતો. નીતિશ કુમાર પીએમ મોદી સહિત ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓને મળ્યા. નીતિશ કુમાર એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની પીએમ મોદીની બેઠક વચ્ચેથી જ નીકળી ગયા હતા. તેમની ગેરહાજરીમાં નાયબ મુખ્યમંત્રીઓએ બેઠકમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું.આ ઉપરાંત એ બાબત પણ પ્રકાશમાં આવી છે કે એનડીએની બેઠકમાં બિહાર ઇલેક્શન અને જાતિ આધારિત વસ્તી ગણતરી અંગે ચર્ચા થઈ હતી.