બિહારના પટનામાં મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા, પપ્પુ યાદવે કહ્યું બિહારમાં મહા ગુંડારાજ | મુંબઈ સમાચાર

બિહારના પટનામાં મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા, પપ્પુ યાદવે કહ્યું બિહારમાં મહા ગુંડારાજ

પટના : બિહારમાં વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે. આ દરમિયાન શુક્રવારે રાત્રે પટનામાં મોટી ઘટના બની છે. જેમાં રાજ્યના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી. આ ઘટના મોડી રાત્રે પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. જેમાં ગુનેગારો ગોપાલ ખેમકાને ગોળી મારીને ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા. મગધ હોસ્પિટલના માલિક ગોપાલ ખેમકાની પટનાના ઘણા સામાજિક સંગઠનો સાથે સંકળાયેલા હતા. આ પૂર્વે 20 ડિસેમ્બર 2018 ના રોજ હાજીપુર ઔદ્યોગિક વિસ્તારમાં ગોપાલ ખેમકાના પુત્રની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ઓચિંતો હુમલો કરીને ગુનેગારોએ તેમના પર ગોળીબાર કર્યો

આ ઘટનાની મળતી વિગતો મુજબ ગોપાલ ખેમકા શુક્રવારે રાત્રે લગભગ 11:30 વાગ્યે બાંકેપુર ક્લબથી પરત ફર્યા હતા. તેમના નિવાસસ્થાન પનાસ હોટલ પાસે સ્થિત એપાર્ટમેન્ટમાં કારમાંથી બહાર નીકળતાની સાથે જ ઓચિંતો હુમલો કરીને બેઠેલા ગુનેગારોએ તેમના પર ગોળીબાર કર્યો હતો.

પપ્પુ યાદવે ગુસ્સો વ્યક્ત કર્યો

આ ઘટના બાદ સાંસદ પપ્પુ યાદવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પીડિત પરિવારને મળ્યા. પપ્પુ યાદવ ખૂબ જ નારાજ હતા કે જાણ કરવા છતાં પોલીસ ઘણા સમય પછી ગુના સ્થળ પર પહોંચી. જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશન ગુના સ્થળની ખૂબ નજીક છે. આ ઘટના અંગે, પપ્પુ યાદવે સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટ શેર કરી, જેમાં તસવીરો શેર કરી. તેમણે લખ્યું, ‘બિહારમાં મહા ગુંડારાજ. રાજધાની પટનાના ગાંધી મેદાન પાસે રાજ્યના મોટા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાજીની હત્યા! શરમથી મરી જાઓ, સરકાર! બિહાર પોલીસે આત્મહત્યા કરવી જોઈએ.’

બિહાર ગુનેગારો માટે અભયારણ્ય બની ગયું

પપ્પુ યાદવે આગળ લખ્યું, ‘આ બાળકને હું શું સાંત્વના આપું? સાત વર્ષ પહેલાં, ગોપાલ ખેમકાજીના પુત્ર ગુંજન ખેમકાની હત્યા કરવામાં આવી હતી, હું તેને ન્યાયનું આશ્વાસન આપવા ગયો હતો. જો તે સમયે સરકારે ગુનેગારોની ભાગીદાર ન બની હોત અને કડક કાર્યવાહી કરી હોત તો આજે ગોપાલ ખેમકાજીની હત્યા ન થઈ હોત. મને માહિતી મળતા જ હું ત્યાં પહોંચી ગયો. પરંતુ આ ક્રૂર મહા ગુંડારાજમાં, કોઈ સુરક્ષિત નથી, બિહાર ગુનેગારો માટે અભયારણ્ય બની ગયું છે! નીતિશ જી, કૃપા કરીને બિહારને બક્ષી દો..

આ પણ વાંચો…બિહારમાં કોંગ્રેસ 5 લાખ મહિલાઓને સેનિટરી પેડનું વિતરણ કરશે, ભાજપે વાંધો કેમ ઉઠાવ્યો?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button