નેશનલ

બિહારમાં એનડીએ જીત તરફ અગ્રેસર, સીએમ નીતિશ કુમારે પીએમ મોદી અને ચિરાગ પાસવાનનો આભાર માન્યો

બિહારમાં એનડીએ જીત તરફ અગ્રેસર છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર ભાજપ 61 બેઠક જીત્યું છે જયારે 29 બેઠક પર આગળ છે. તેમજ નીતિશ કુમારની જેડીયુ 41 બેઠક જીત્યું છે જયારે 43 બેઠક પર આગળ છે. જેના પગલે બિહારના એનડીએની જીત નક્કી છે. ત્યારે બિહારના સીએમ નીતીશ કુમારે આ અંગે પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમજ આ જીત માટે પીએમ મોદી અને ચિરાગ પાસવાનનો આભાર માન્યો છે.

રાજ્યના તમામ મતદારોનો નમન

સીએમ નીતિશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું કે, બિહારના લોકોએ વિધાનસભા ચૂંટણીમાં અમને પ્રચંડ બહુમતી આપીને અમારી સરકાર પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેની માટે રાજ્યના તમામ મતદારોનો નમન, હૃદયપૂર્વકનો આભાર. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સમર્થન માટે તેમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું.

આ પણ વાંચો : બિહારમાં ચૂંટણી પરિણામોમાં મહાગઠબંધનને આંચકો, એનડીએમાં જીતનરામ માંઝીના પક્ષનું સારું પ્રદર્શન…

ગઠબંધનના તમામ સાથીઓનો પણ આભાર

આ ઉપરાંત નીતિશ કુમારે જણાવ્યું કે રાજ્યમાં એનડીએ સંપૂર્ણ એકતા દર્શાવી અને આ ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યો છે.તેઓ આ પ્રચંડ વિજય માટે ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા સહિત ગઠબંધનના તમામ સાથીઓનો પણ આભાર માને છે. તેમજ તમારા સમર્થનથી, બિહાર વધુ પ્રગતિ કરશે અને દેશના સૌથી વિકસિત રાજ્યોમાંનું એક બનશે.

આ પણ વાંચો : બિહાર ચૂંટણીમાં મોદી-નીતીશની જોડીનો જાદુ: NDAના સુપરહિટ પ્રદર્શનથી ભાજપના નેતાઓ ગદગદ, કોણે શું કહ્યું?

ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએ 243 માંથી લગભગ 200 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી તેવી શક્યતા છે. જ્યારે ભાજપ રાજ્યમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવવાની તૈયારીમાં છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button