નેશનલ

બિહારના ગયામાં જેડીયૂ નેતાની ગોળી મારી હત્યાઃ ત્રણ પકડાયા

ગયાઃ બિહારના ગયા જિલ્લામાં જનતા દળ યુનાઇટેડ (જેડીયૂ)ના સ્થાનિક નેતા મહેશ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. નાયબ પોલીસ અધિક્ષક (કાયદો અને વ્યવસ્થા) રવિ પ્રકાશ સિંહે આજે જણાવ્યું હતું કે આ કેસમાં ત્રણ જી ધરપકડ કરવામાં આવી છે.

સિંહે જણાવ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે મિશ્રાનો તેના સંબંધી સાથે જમીન અંગે વિવાદ હતો અને તે બુધવારે રાત્રે એક મિજબાનીમાં હાજરી આપવા ગયા હતા ત્યારે રાહ જોઈ રહેલા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સિંહના જણાવ્યા મુજબ મિશ્રા બેલાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ચિરૈલા પંચાયતના ડેપ્યુટી ચીફ અને જેડીયુ બ્લોક સેક્રેટરી હતા.

ગયા પોલીસ દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, 5 ફેબ્રુઆરીની રાત્રે બેલાગંજ પોલીસ સ્ટેશનને માહિતી મળી કે ચુલીહારા બિઘા ગામમાં એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જેના પગલે સ્ટેશન ઇન્ચાર્જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો : સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિનું અપમાન કર્યું! બિહારની કોર્ટમાં ફરિયાદ દાખલ; જાણો શું છે મામલો

આ ઘટના મામલે ચુલીહારા બિઘા ગામના રહેવાસી કામતા મિશ્રા, સુધીર મિશ્રા અને રણધીર મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસે દાવો કર્યો હતો કે ધરપકડ કરાયેલા આરોપીઓએ ગુનામાં પોતાની સંડોવણી કબૂલી હતી અને કહ્યું હતું કે તેમનો મહેશ મિશ્રા સાથે વિવાદ હતો, જેના કારણે બુધવારે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો અને તેમણે જેડીયુ નેતાને ગોળી મારી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button