નેશનલ

Bihar Floor Test: નીતીશ પર તેજસ્વીએ ભારે માછલાં ધોયા, કહ્યું ‘શું મોદી ગેરંટી આપશે કે હવે તે પલટી નહીં મારે?’

પટણા: Bihar Floor Test Updates: બિહારના મુખ્યપ્રધાન તરીકે નવમી વખત શપથ લીધા બાદ નીતિશ કુમાર (CM Nitish Kumar) ની સરકાર માટે આજે લિટમસ ટેસ્ટ છે. નીતીશ સરકારનો આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થવાનો છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોના ધારાસભ્યો બિહાર વિધાનસભા પહોંચ્યા છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD નેતા તેજસ્વી યાદવે બિહાર વિધાનસભામાં ચર્ચા દરમિયાન મુખ્યપ્રધાન પર આકરા પ્રહાર કર્યા હતા.

તેજસ્વીએ નીતિશ કુમારને રામાયણના રાજા દશરથ જેવા કહ્યા. અને કહ્યું કે નીતીશ કુમારે મને પોતાનો પુત્ર સમાન માનતા હતા. તેજસ્વીએ કહ્યું કે દશરથે ભગવાન રામને વનવાસમાં મોકલ્યા હતા અને નીતિશ કુમારે મને તેમની વાત સાંભળવા અને કામ કરવા જનતાની વચ્ચે મોકલ્યો છે. ચર્ચા દરમિયાન તેજસ્વી યાદવે નીતિશ કુમારને ઘેર્યા અને અનેક સવાલો પૂછ્યા હતા.

નિતિશ પર પ્રહાર કરતાં તેજસ્વી યાદવે સવાલ કર્યા કે, “બિહારની જનતા જાણવા માંગે છે કે નીતિશ કુમારે પક્ષ કેમ બદલ્યો. નીતિશ કુમાર જી, જ્યારે તમે ગવર્નર હાઉસમાંથી બહાર આવ્યા ત્યારે તમે કહ્યું હતું કે અમારું મન નથી લાગતું, તેથી અમે મહાગઠબંધનમાંથી બહાર છીએ. શું તમારું મન રાખવા માટે નાચવાનું શરૂ કરીએ…? અમે તમારી સાથે કામ કરવા માટે ભેગા થયા હતા. પણ હવે તમે બાજુઓ બદલી નાખી છે.

વધુમાં તેને કહ્યું હતું કે ‘અમે હંમેશા નીતિશ કુમારનું સન્માન કર્યું છે અને કરતા રહીશું. તેઓ એવું કહેતા રહ્યા કે તેઓ મને પોતાનો દીકરો માને છે. તેઓ રામની વાત કરે છે અને હું તેને દશરથના રૂપમાં જોવ છું. તેમની પણ રાજા દશરથ જેવી મજબૂરીઓ હશે’

નિતિશ કુમારના 9 વાર શપથ લેવાની ઘટનાઓને તેને ઐતિહાસિક ગણાવ્યો. તેને આ બાબતે કહ્યું કે, ‘સૌથી પહેલા તો અમે મુખ્યમંત્રી નીતિશ કુમારનો સતત 9 વખત મુખ્યમંત્રી તરીકે શપથ લઈને ઈતિહાસ રચવા બદલ આભાર માનવા માંગીએ છીએ. તેમણે 9 વખત શપથ લીધા પરંતુ એક જ ટર્મમાં તેમણે ત્રણ વખત શપથ લીધા. આટલું અદ્ભુત દ્રશ્ય આપણે પહેલાં ક્યારેય જોયું નથી.”

‘મોદી કી ગેરંટી’ ને લઈને પણ નીતીશને ઘેરવાની વાત કરી હતી. તેને સવાલ કર્યો હતો કે શું વડાપ્રધાન નીતીશ કુમારની ગેરંટી લઈ શકશે કે તે હવે પક્ષ પલટો કરશે નહી! તેને વધુમાં કહ્યું કે “જ્યારે હું રાજ્યનો નાયબ મુખ્યપ્રધાન હતો, ત્યારે નીતિશ કુમારજીએ મને કહેવું જોઈતું હતું કે તેઓ અલગ થઈ રહ્યા છે. પરંતુ આ વખતે તમે રાજ્યપાલને મળવા એકલા ગયા હતા. પરંતુ તમે મોદી સરકાર વિરુદ્ધ જે ઝંડો ઉઠાવ્યો હતો તે ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. તમારો ભત્રીજો બિહારમાં મજબૂત રહેશે અને ભાજપને રોકશે.”

તેમના પિતા લાલુ યાદવનો ઉલ્લેખ કરતાં તેઓ કહે છે કે બિહારમાં જાતિ આધારિત ગણતરીને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલની નિમણૂક કરવામાં આવી હતી. કર્પૂરીએ ઠાકુર જી અને અમારા પિતા સાથે કામ કર્યું છે. તમે જાણો છો કે તે સરકારમાં જનસંઘ હતો, જ્યારે કર્પુરીએ આરક્ષણ વધાર્યું ત્યારે આ જનસંઘના વ્યક્તિએ જ તેમને હટાવ્યા હતા. નીતિશ કુમાર જી, તમે ત્યાં જઈને બેઠા.!

આમ, વિવિધ મુદ્દે અને સવાલો કરીને તેજસ્વી યાદવ નીતીશ કુમાર રીતસરના તૂટી પડ્યા હતા. હાલ વિશ્વાસમાટની પ્રક્રિયા ચાલુ છે. આજે સૌ કોઇ પોતાની નજર બિહાર પર ટકાવીને બેઠું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress