નેશનલ

બિહાર ચૂંટણીમાં 55 વર્ષથી વધુ ઉંમરના ધારાસભ્યોની સંખ્યા વધી, મહિલા ધારાસભ્યો 12 ટકા…

પટના : બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 243 ધારાસભ્યો ચૂંટાયા છે. જેમાં એક અહેવાલ અનુસાર આ વખતે 40 ટકા નવા ધારાસભ્યો પાસે કોલેજ ડિગ્રી નથી. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે 55 વર્ષથી વધુ ઉંમરના ધારાસભ્યોની સંખ્યામાં પણ વધારો થયો છે. જયારે બિહારમાં 12 ટકા મહિલા ધારાસભ્યો ચૂંટાયા હતા જે ગત વર્ષ કરતા વધારે છે.

બિહારમાં 29 મહિલા નેતા ધારાસભ્ય બન્યા

જેમાં પીઆરએસ રિસર્ચ અનુસાર આ વખતે બિહારમાં 29 મહિલા નેતા ધારાસભ્ય બન્યા છે. જે વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી લગભગ 12 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષ 2020 માં 26 મહિલા ધારાસભ્યો હતા. આ વખતે ચૂંટાયેલા 29 મહિલા ધારાસભ્યોમાંથી 13 મહિલાઓ 25 થી 39 વર્ષની વયની છે. જયારે નવ 40 થી 54 વર્ષની વયની છે. જેમાં અડધા મહિલા ધારાસભ્યો પાસે કોલેજની ડિગ્રી નથી.

ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી આશરે 32 ટકા ગેજ્યુએટ

તેમજ 55 વર્ષથી વધુ ઉંમરના ધારાસભ્યોની સંખ્યા આ વખતે વધીને 46 થઈ ગઈ છે. જયારે પોસ્ટ ગ્રેજયુએટ ધારાસભ્યોની સંખ્યા 2020 માં 23 ટકા થી વધીને આ વખતે 28 ટકા થઈ ગઈ છે. વર્ષ 2025 માં ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી આશરે 32 ટકા ગેજ્યુએટ છે. આ ધારાસભ્યોની વ્યવસાયની વાત કરી તો નવા ધારાસભ્યોમાંથી મોટાભાગના રાજકારણ, સામાજિક કાર્ય અને કૃષિમાં વ્યવસાયો કરી રહ્યા છે.

58 ટકા વર્તમાન ધારાસભ્યોએ ચૂંટણી જીતી

જેમાં 60 ટકા ધારાસભ્યોએ રાજકારણ અને સામાજિક કાર્ય તરીકે પોતાનો વ્યવસાય જાહેર કર્યો છે. 45 ટકા ધારાસભ્યોએ ખેતી તરીકે પોતાનો વ્યવસાય જાહેર કર્યો છે. 31 ટકા ધારાસભ્યોએ બિઝનેસને વ્યવસાય તરીકે જાહેર કર્યો છે. જ્યારે માત્ર 5 ટકા પગારદાર છે.બિહારમાં લગભગ 58 ટકા વર્તમાન ધારાસભ્યોએ ચૂંટણી જીતી છે. પીઆરએસ રિપોર્ટ્સ કહે છે કે 192 ધારાસભ્યોએ 2025ની ચૂંટણી લડી હતી અને તેમાંથી 111 જીત્યા હતા.

આ પણ વાંચો…બિહારમાં નીતીશ કુમાર ફરી CM બની શકે પણ નાયબ મુખ્ય પ્રધાનના નામ પર સસ્પેન્સ!

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button