Top Newsનેશનલ

બિહાર ચૂંટણીના પરિણામોમાં એનડીએનો 202 બેઠક પર વિજય, ભાજપ 89 બેઠક સાથે સૌથી મોટી પાર્ટી

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. જેમાં એનડીએ સતત બીજી વાર બિહારમાં સત્તા મેળવી છે. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી એનડીએ 202 બેઠક પર જીત મેળવી છે. જયારે ભાજપે 101 બેઠકમાંથી 89 બેઠક પર વિજ્ય મેળવ્યો છે. જેમાં ભાજપે વર્ષ 2020 કરતા વધુ બેઠક મેળવી છે તેમનું તેનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. જયારે ગઠબંધનમાં બીજી પાર્ટી તરીકે જેડીયુએ પણ 85 બેઠક પર જીત હાંસલ કરી છે. તેમજ મહાગઠબંધન માત્ર 35 બેઠક પુરતું સીમિત રહ્યું છે.

ભાજપે 101માંથી 89 બેઠક પર વિજય મેળવ્યો

ભાજપે વર્ષ 2020માં 110 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા હતા. જેમાં તે 74 બેઠક પર જીતી હતી. જયારે આ વખતે ભાજપે 101 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા હતા અને 89 બેઠક પર વિજય મેળવ્યો છે. જેમાં ભાજપનો ગત વિધાનસભા ચૂંટણીમાં સ્ટ્રાઈક રેટ 67. 3 ટકા હતો જે આ વખતે વધીને 88.1 ટકા થયો છે.

ચિરાગ પાસવાનની એલજેપીએ 9 બેઠક પર જીત મેળવી

જયારે એનડીએમાં જેડીયુ પણ 101 બેઠક લડીને 85 બેઠક જીતી છે. તેમજ ચિરાગ પાસવાનની એલજેપીએ પણ 28 બેઠક પર ઉમેદવાર ઉભા રાખ્યા અને 19 બેઠક પર વિજય મેળવ્યો છે. જયારે જીતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન અવામ મોરચાએ 6 બેઠક લડીને 5 પર વિજય મેળવ્યો છે. જયારે ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક મોરચાએ 6 બેઠક લડીને 5 પર જીત મેળવી છે.

મહાગઠબંધન માત્ર 35 બેઠક પુરતું સીમિત રહ્યું

જયારે બીજી તરફ મહાગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે. જેમાં આરજેડીએ 143 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ ફક્ત 25 બેઠકો જીતી હતી. કોંગ્રેસનું પ્રદર્શન નબળું રહ્યું છે. જેમાં તે 61 માંથી ફક્ત 6 બેઠકો જીતી હતી. જયારે પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટીએ બધી 243 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ ખાતું પણ ખોલાવી ના શકી.

જોકે, એવું માનવામાં આવે છે જન સૂરાજ પાર્ટીએ વિવિધ બેઠકો પર એનડીએ અને મહાગઠબંધનના ઉમેદવારોના મતો કાપ્યા છે. જયારે ઓવેસીની AIMIM એ કુલ 25 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 5 બેઠકો જીતી હતી.જે તેને વિપક્ષી પક્ષોનો સૌથી સારો સ્ટ્રાઇક રેટ છે.

આ પણ વાંચો…બિહારની રાજનીતિના બે ‘સંજય’ : એકે અપાવી જીત બીજાએ અપાવી હાર…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button