નેશનલ

બિહાર ચૂંટણીના પરિણામો પર સટ્ટા બજારમાં હલચલ તેજ, જાણો કોણ ઓપરેટ કરે છે ફ્લોદી સટ્ટા બજાર ?

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર થવાના છે. જોકે, તે પૂર્વે પરિણામોને લઈને સટ્ટા બજારમાં તેજી જોવા મળી રહી છે. જેમાં પણ હાલ ફલોદી સટ્ટા બજાર ખુબ ચર્ચામાં છે. જેમાં બિહારના સીએમ તરીકે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ બંને પર સટ્ટો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે આવો જાણીએ ફ્લોદી સટ્ટા બજાર કોણ ઓપરેટ કરે છે અને તેનું મહત્વ શું છે.

દરેકના પોતાના સટ્ટાબાજ અને ગ્રાહકો

ફ્લોદી સટ્ટા બજાર અંગે મળેલી માહિતી મુજબ આ બજાર કોઈ માલિકીનું નથી. આ બજાર બજાર સ્થાનિક બુકીઓ, દલાલો અને વેપારીઓના ભૂગર્ભ નેટવર્ક તરીકે કાર્ય કરે છે. જેમાં દરેકના પોતાના સટ્ટાબાજ અને ગ્રાહકો હોય છે. ફલોદીમાં સટ્ટો સદીઓથી અસ્તિત્વમાં છે અને સમુદાય આધારિત છે. જોકે, ગેરકાયદે પ્રવુતિ હેઠળ આવતી હોવાથી તેમાં સામેલ લોકોના કોઈ રેકોર્ડ કે નાણાકીય વ્યવહારોની નોંધ નથી હોતી.

આ પણ વાંચો : બિહારમાં કોની સરકાર? Exit Pollsની આગાહી અંગે NDA અને મહાગઠબંધન નેતાઓએ શું કહ્યું?

ફ્લોદીનો જુગાર સાથેનો સંબંધ 19મી સદીના અંતમાં શરૂ થયો

ફ્લોદીનો જુગાર સાથેનો સંબંધ 19મી સદીના અંતમાં શરૂ થયો. તેની શરૂઆત રાજકારણ કે ક્રિકેટથી નહીં પણ વરસાદથી થઈ હતી. જેની શરુઆત થાર રણમાં અણધાર્યા વરસાદના સટ્ટા થઈ હતી. જેમાં સ્થાનિક લોકો ક્યારે અને ક્યાં વરસાદ પડશે તેના પર સટ્ટો લગાવતા હતા. ધોધ વહેશે, તળાવ છલકાશે કે પતરાની છત પર વરસાદના ટીપાં પડશે તેના પર સટ્ટો લગાવવામાં આવતો હતો.

1970ના દાયકામાં ચૂંટણી પરિણામો પર સટ્ટો લગાવવાની શરૂઆત થઈ

પરંતુ સમયની સાથે તેમાં પણ બદલાવ આવ્યા હતા. જેમાં ક્રિકેટની રમત રેડિયો પર પ્રસારિત થતી હતી. ત્યારે લોકોએ રમતો પર સટ્ટો લગાવવાનું શરૂ કર્યું. જયારે વર્ષ 1970ના દાયકામાં ચૂંટણી કવરેજમાં ઝડપી વધારા સાથે ફ્લોદીમાં ચૂંટણી પરિણામો પર સટ્ટો લગાવવાની શરૂઆત થઈ હતી.

આ પણ વાંચો : બિહારમાં બીજા તબક્કાનું મતદાન

ફ્લોદી સટ્ટા બજાર સ્ટોક એક્સચેન્જની જેમ જ કાર્ય કરે છે

આ અંગે મળતી માહિતી મુજબ ફ્લોદી સટ્ટા બજાર સ્ટોક એક્સચેન્જની જેમ જ કાર્ય કરે છે. માત્ર એટલો જ તફાવત છે કે તે રાજકીય રીતે પ્રેરિત છે. લોકો વિવિધ પરિણામો પર સટ્ટો લગાવે છે, જેમાં કોણ જીતશે, દરેક પક્ષ કેટલી બેઠકો જીતશે, કોણ સરકાર બનાવશે અને કયા નેતાને ટિકિટ મળશે તે પણ સામેલ છે. આ સટ્ટા બજારમાં બે શબ્દો વપરાય છે. ખાવું” અને ” લગાવવું

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button