બિહારમાં વિધાનસભા ચૂંટણી મુદ્દે ચૂંટણી પંચે આપ્યા નવા નિર્દેશ, જાણો વિગતે

નવી દિલ્હી : બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચે રાજકીય પક્ષો અને ઉમેદવારો માટે અનેક નિર્દેશો જાહેર કર્યા છે. જેમાં રાજકીય જાહેરાતો માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તેમજ તેની માટે તેમની જાહેરાતો મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી દ્વારા પૂર્વ-પ્રમાણિત હોવી ફરજીયાત છે. તેમજ તમામ ઉમેદવારોએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિશેની માહિતી પંચને આપવી પડશે.
ચૂંટણી પંચે 9 ઓક્ટોબર 2025 ના રોજ આદેશ આપ્યો
આ અંગે ચૂંટણી પંચે 9 ઓક્ટોબર 2025 ના રોજ આદેશ આપ્યો છે. જેમાં તમામ રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષો તેમજ ચૂંટણી લડતા ઉમેદવારોએ કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા અથવા સોશિયલ મીડિયા પર પ્રચાર કરતા પહેલા તેમની રાજકીય જાહેરાતો મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી દ્વારા પૂર્વ-પ્રમાણિત કરાવવી આવશ્યક છે.
બિહાર વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન
ચૂંટણી પંચે 243 બેઠકની બિહાર વિધાનસભા માટે બે તબક્કામાં મતદાનની તારીખો જાહેર કરી છે. જેમાં પ્રથમ તબકકા માટે મતદાન 6 નવેમ્બરે યોજાશે. જ્યારે બીજા તબક્કા માટે મતદાન 11 નવેમ્બરે યોજાશે. બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી 14 નવેમ્બરે થશે.
1 લાખ સુરક્ષા જવાનો તૈનાત
બિહાર વિધાનસભા ચૂંટણીઓની જાહેરાત બાદ ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને સલામત વિધાનસભા ચૂંટણી માટે 1 લાખ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવી શકે છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા જવાનો બિહાર પોલીસ સાથે કાર્ય કરશે.
આપણ વાંચો: પાક. PM શરીફની હાજરીમાં ટ્રમ્પે કર્યા મોદીના વખાણ! કહ્યું: “ભારત મહાન દેશ”