
નવી દિલ્હી : બિહાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએની જીત બાદ પીએમ મોદી નવી દિલ્હીમાં ભાજપ કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. આ દરમિયાન હાજર કાર્યકરોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. જયારે પીએમ મોદીએ કારમાંથી બહાર નીકળતા જ ગમછો લહેરાવી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
જ્યારે પીએમ મોદી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જીત માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરવા માટે ગમછો લહેરાવ્યો. પીએમ મોદીને ગમછો લહેરાવતા જોઈને ત્યાં હાજર ઘણા લોકોએ પણ પોતાનો ગમછો લહેરાવ્યો હતો.
ગમછો લહેરાવવો એ મહત્વનો સંદેશ
પીએમ મોદી દ્વારા ગમછો લહેરાવવો એ મહત્વનો રાજકીય સંદેશ છે. ગમછાને મહેનતુ લોકોનું પ્રતીક માનવામાં આવે છે. બિહારમાં તેને ખેડૂતો અને મજૂર વર્ગનું પ્રતીક માનવામાં આવે છે. તેમજ રોજગારની શોધમાં નીકળતા લોકોની ઓળખ સાથે સંકળાયેલો છે. પીએમ મોદીએ ગમછો લહેરાવીને માત્ર અભિવાદન નથી ઝીલ્યું પરંતુ સંદેશ પણ આપ્યો છે તે એક સાચા નેતા છે. જે ખેડૂતો અને મજૂરો સાથે ખભે ખભો મિલાવીને ઉભા છે.
PM Modi waving Gamchha pic.twitter.com/mcGjf0lebr
— Ankur Singh (@iAnkurSingh) November 14, 2025
મુઝફ્ફરપુરની રેલીમાં પણ ગમછો લહેરાવ્યો હતો
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે બિહારમાં 31 ઓક્ટોબરના રોજ મુઝફ્ફરપુરમાં એક રેલીમાં પીએમ મોદીએ હેલિકોપ્ટરમાંથી ઉતર્યા બાદ ગમછો લહેરાવ્યો હતો. તેમણે લગભગ 30 સેકન્ડ સુધી મધુબની-પ્રિન્ટેડ ગમછાને લહેરાવ્યો હતો. આ વીડિયો વાઈરલ થયો હતો. તેમજ ઓગસ્ટની શરૂઆતમાં ઓંથા-સિમરિયા પુલના ઉદ્ઘાટન દરમિયાન પીએમ મોદીએ પણ ગમછો લહેરાવીને લોકોનું સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો…બિહારમાં એનડીએ જીત તરફ અગ્રેસર, સીએમ નીતિશ કુમારે પીએમ મોદી અને ચિરાગ પાસવાનનો આભાર માન્યો



