બિહારમાં એનડીએની સીટ-શેરિંગ ફોર્મ્યુલા અંતિમ તબક્કામાં, જાણો વિગતે...
નેશનલ

બિહારમાં એનડીએની સીટ-શેરિંગ ફોર્મ્યુલા અંતિમ તબક્કામાં, જાણો વિગતે…

પટના : બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષના અંતે યોજાવવાની છે. જેની માટે રાજકીય પક્ષોએ અત્યારથી પ્રચારની શરુ આત કરી દીધી છે. જેમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો મતદાર અધિકાર યાત્રા કાઢી રહ્યા છે.

જયારે તો બીજી તરફ પીએમ મોદીના નેતૃત્વમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતો પણ વધી ગઈ છે. આ દરમિયાન બંને ગઢબંધનના સાથી પક્ષો વચ્ચે સીટ-શેરિંગ ફોર્મ્યુલા પણ અંતિમ તબકકામાં છે.

ચિરાગ પાસવાનની પાર્ટી 40 બેઠક માંગી રહી છે
આ અંગે મળતી માહિતી મુજબ ભાજપ અને જેડીયુ કુલ 243 બેઠક પર ચૂંટણી લડશે. જેમાં બંને સીટ-શેરીંગ બાદ 100 થી 105 બેઠક પર ચૂંટણી લડી શકે છે. જયારે ચિરાગ પાસવાનની પાર્ટી 40 બેઠક માંગી રહી છે. પરંતુ માત્ર 20 બેઠક જ બેઠક મળવાનું અનુમાન છે.

આ ઉપરાંત અન્ય બેઠકો જીતન રામની હિંદુસ્તાન આવામ મોરચા અને ઉપેન્દ્ર કુશવાહાના
રાષ્ટ્રીય લોક મોરચાને મળવાનું અનુમાન છે. આ ઉપરાંત એનડીએમાં છેલ્લી ઘડીએ સામેલ થયેલ મુકેશ સાહનીની વિકાસશીલ ઇન્સાન પાર્ટી બેઠક વહેંચણીના સમીકરણોને બદલી શકે છે.

જેડીયુ 100 થી વધુ બેઠકો માંગી રહ્યું છે
આ ઉપરાંત ગત ચૂંટણીમાં જેડીયુના મુકાબલે ભાજપને વધુ બેઠક મળી હતી. જેમાં જેડીયુને 43 અને ભાજપને 74 બેઠક મળી હતી. જોકે, આમ છતાં જેડીયુ 100 થી વધુ બેઠકો માંગી રહ્યું છે. જેડીયુ બિહારમાં 10 વોટ પર કબજો ધરાવે છે. જેમાં ઓબીસી મતદારોમાં તેની ભૂમિકા મહત્વની છે.

ભાજપ અને જેડીયુ વચ્ચે બેઠક વહેંચણીની વાતચીત મહદઅંશે પૂર્ણ
જેમાં હાલ ભાજપ અને જેડીયુ વચ્ચે બેઠક વહેંચણીની વાતચીત મહદઅંશે પૂર્ણ થઈ ચુકી છે. જેમાં લોજપા(રામવિલાસ) વિવાદનો મુખ્ય મુદ્દો છે. તેમજ આ અંગે ભાજપના એક નેતાએ કહ્યું કે તે 40 બેઠક માંગી રહી છે.

તેમના પાંચ સાંસદ છે અને તેમનું સન્માન કરવામાં આવશે તેમની વાસ્તવિક સંખ્યા 20ની આસપાસ છે. અમારે કુશવાહા અને જીતન રામ માંઝીને પણ સમાવવાના છે.

એલજેપીએ એનડીએને ભારે નુકસાન કર્યું હતું
એલજેપી (રામ વિલાસ)નો તર્ક હતો કે 2024ની લોકસભા ચૂંટણીમાં તેનું મજબૂત પ્રદર્શન છે. પાર્ટીએ તેના મતવિસ્તારમાં લડેલી તમામ પાંચ બેઠકો જીતી હતી અને 6 ટકા થી વધુ મત શેર મેળવ્યો હતો અને 30 વિધાનસભા બેઠકોમાંથી 29 બેઠકો પર લીડ મેળવી હતી.

જયારે વર્ષ 2020ની વિધાનસભા ચૂંટણીમા એલજીપી 135 બેઠક પર ચૂંટણી લડવા છતાં માત્ર એક બેઠક જીતી શકી હતી. જોકે, જેડીયુ સામે ઉમેદવાર ઉતારવાના નિર્ણયથી એનડીએને ભારે નુકસાન થયું હતું.

આ પણ વાંચો…બિહાર ચૂંટણી પૂર્વે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: SIR પ્રક્રિયામાં હવે આધાર કાર્ડ ‘માન્ય’ રહેશે!

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button