બિહારમાં આકાશમાંથી મોત વરસ્યું, વીજળી પડવાથી એક જ દિવસમાં 18ના મોત

પટના: દક્ષિણ પશ્ચિમ ચોમાસુ (Monsoon)સમગ્ર ભારતમાં ફેલાઈ ચુક્યું છે, બિહારમાં હાલ ગાજવીજ સાથે ભારે વરસાદ(Thunderstorm) પડી રહ્યો છે. ગઈ કાલે બિહારમાં વરસાદ જીવલેણ સાબિત થયો હતો, શુક્રવારે વીજળી પડવાથી બિહારમાં 18 લોકોના મોત થયા હતા. અહેવાલ મુજબ ભાગલપુરમાં ચાર અને બેગુસરાય અને જહાનાબાદમાં ત્રણ-ત્રણ લોકોના મોત થયા છે. મધેપુરા-સહરસામાં બે-બે લોકોના મોત થયા છે. કરકટ, વૈશાલી અને છપરામાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે અત્યાર સુધીમાં માત્ર 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે લોકોને અપીલ કરી છે કે ભારે વરસાદ અને વીજળી પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને તેઓ ખેતરોમાં કે રસ્તા પર ન રોકાય, લોકો કાયમી મકાનમાં જ રહે છે.
આ પણ વાંચો…
‘…દુકાનનું નામ હિન્દુ દેવી-દેવતાઓ પર ન રાખવું જોઈએ’ ઉત્તર પ્રદેશના પ્રધાને આવું કેમ કહ્યું
બિહારના લોકો સતત મોસમનો માર સહન કરી રહ્યા છે. એક મહિના પહેલા આકરી ગરમીને કારણે રાજ્યમાં ઘણા લોકોના મોત થયા હતા, હવે ચોમાસામાં પણ લોકો જીવ ગુમાવી રહ્યા છે. બિહારમાં શુક્રવારે વીજળી પડવાથી 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
રાજ્યના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા અને ગાજવીજની પણ શક્યતા છે. હવામાન વિભાગે લોકોને આ અંગે સાવચેત રહેવાની સલાહ આપી છે. વરસાદ દરમિયાન બહાર નીકળવા અને કાયમી મકાનોમાં રહેવાનું સુચન કરવામાં આવ્યું છે. ખુલ્લી બારી, દરવાજા કે ધાતુના પાઈપો વગેરે પાસે ઊભા ન રહેવા અપીલ કરી છે.