બિહાર વિધાનસભા ચૂંટણી પૂર્વે ચિરાગ પાસવાને જેડીયુ અને ભાજપની ચિંતા વધારી, કરી આ જાહેરાત

પટના : બિહાર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ મોટી જાહેરાત છે. જેના લીધે ભાજપ અને જેડીયુની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે.
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને રવિવારે કહ્યું કે તેઓ બિહારના હિતમાં આગામી વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે. તેમણે કહ્યું કે તેમના વિરોધીઓ તેમના માર્ગમાં અવરોધો ઉભા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના અધ્યક્ષે રવિવારે છાપરાના રાજેન્દ્ર સ્ટેડિયમમાં આયોજિત ‘નવ સંકલ્પ મહાસભા’ ને સંબોધતા એક મોટી જાહેરાત કરી. ચિરાગ પાસવાને કહ્યું કે તેમનો પક્ષ બિહારમાં 243 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે.
આપણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણી લડશે ચિરાગ પાસવાન, એલજેપી સંસદીય બોર્ડે લીધો ફેંસલો
ચિરાગ પાસવાન ચૂંટણી લડશે
તેમણે કહ્યું, જ્યારે આ લોકો પ્રશ્ન પૂછે છે કે શું ચિરાગ પાસવાન વિધાનસભા ચૂંટણી લડશે? તો આજે સારણની આ પવિત્ર ભૂમિ પરથી હું જાહેર કરું છું કે હું ચૂંટણી લડીશ. આ ચૂંટણી આપણા બધા માટે દરેક બિહારી માટે માટે મહત્વપૂર્ણ છે.
અને જ્યારે હું કહું છું કે હા, ચિરાગ પાસવાન ચૂંટણી લડશે, ત્યારે મારે તમને એ પણ કહેવું જોઈએ કે ચિરાગ પાસવાન બધી 243 બેઠકો પર ચૂંટણી લડશે. હું દરેક બેઠક પર ચિરાગ પાસવાન તરીકે ચૂંટણી લડીશ.
ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા પર ચિંતા વ્યક્ત કરી.
ચિરાગ પાસવાને બિહારની રાજધાની પટનામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું, ‘આવી ઘટનાઓ એવી સરકારમાં બની રહી છે જે સુશાસન માટે જાણીતી છે. હું તે સરકારને પણ ટેકો આપું છું.
આ ખરેખર ચિંતાનો વિષય છે. હું આ પ્રશ્નથી ભાગવાનો પ્રયાસ કરીશ નહીં, અને આપણી સરકારે પણ આવું કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. જો આટલી મોટી ઘટના શહેરી વિસ્તારોમાં ખુલ્લેઆમ બને છે, જો તે આવા પોશ વિસ્તારમાં બને છે, તો તે ખૂબ જ ગંભીર બાબત છે.