નવી દિલ્હીઃ બિહારમાં જાતિ આધારિત વસતી ગણતરીના સર્વેને લઇને વિવાદનો કોઇ અંત દેખાતો નથી. આ મુદ્દે કેન્દ્ર અને નીતીશ સરકાર વચ્ચેનો ખટરાગ વધતો જઇ રહ્યો છે. દરમિયાન એવા સમાચાર જાણવા મળ્યા છે કે જાતિ આધારિત વસતી ગણતરીને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે અને સુપ્રી કોર્ટે પણ આ અરજીને સ્વીકારી લીધી છે. બિહારમાં જાતિ આધારિત આધારિત વસતી ગણતરીનો ડેટા બહાર આવ્યા બાદ વિપક્ષી છાવણીમાંથી દેશભરમાં જાતિ આધારિત વસતી ગણતરીની માગ ઉઠાવવામાં આવી છે.
આવી સ્થિતિમાં હાલમાં તો ભાજપે ઘણું સમતોલન સાધી રાખ્યું છે. હાલમાં તો ભાજપ જાતિ આધારિત વસતી ગણતરીને બહુ મહત્વ નથી આપી રહી અને આ સમગ્ર મામલાને બિહાર પૂરતો જ મર્યાદિત રાખીને પાર્ટીના બિહારના નેતાઓએ જ તેના પર સંતુલિત પ્રતિક્રિયા આપી છે.
તેમણે ના તો આ મુદ્દાનો વિરોધ કર્યો છે અને ના તો ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. બિહાર ભાજપે જણાવ્યું છે કે તેઓ જાતિ ગણતરીની વિરુદ્ધ નથી, પણ તે વર્ષોથી બદલાયેલી આર્થિક અને સામાજિક વાસ્તવિક્તાઓને પ્રતિબિંબિત કરતી નથી.
જોકે, હવે સુપ્રીમ કોર્ટે બિહારમાં જાતિ આધારિત વસતી ગણતરી સંબંધિત અરજીની સુનાવણી માટે મંજૂરી આપી દીધી છે. હવે એમ જાણવા મળ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં આ અંગે છઠ્ઠી ઑક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને