નીતિશની ખુરશી રહેશે ‘હેમખેમ’ ચિરાગ પાસવાને વિધાનસભા ચૂંટણીને લઈને આપ્યું નિવેદન
નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે NDA આવનારી 2025 ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતિશ કુમારના વડપણ હેઠળ જ ચૂંટણી લડવાનું છે. આ સિવાય તેમણે અન્ય ઘણા મુદ્દાઓને લઈને વાતચીત કરી હતી. તેમણે સરકારી નોકરીઓમાં બિહારીઓએ કરેલી પ્રગતિના મુદ્દા પર ખાસ જોર આપ્યું હતું.
ચિરાગ પાસવાને કહ્યું હતું કે બિહારી આટલા આગળ છે તો પછી બિહાર કેમ પાછળ છે? આ સવાલનો જવાબ શોધવાની જરૂર છે. સમાચાર એજન્સી સાથે વાત કરતાં તમને જણાવ્યું હતું કે બિહારમાં સરકારે પુલ ધસી પડવા અને અપરાધને લઈને કાર્યવાહી કરીને એક દાખલો બેસાડવો જોઈએ. ચિરાગે પાસવાને કહ્યું હતું કે છેલ્લા એકાદ મહિનામાં જ 15 જેટલા પુલ ધસી પડે તે એક ગંભીર મુદ્દો છે.
આ પણ વાંચો : Arvind Kejriwal જેલમાં નથી લઈ રહ્યા યોગ્ય આહાર, LG એ મુખ્ય સચિવને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી
ચિરાગ પાસવાને કહ્યું હતું કે આ બાબતો સ્પષ્ટપણે દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે, સમજૂતીઓ કરવામાં આવી છે. ત્યારે સરકારમાં કોણ હતું તે બાબતે હું રાજનીતિમાં નહિ પડું. હવે અમે સરકારમાં છીએ તો હવે અમારી જવાબદારી છે કે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. જે પણ જવાબદાર છે તેમના પર કાર્યવાહી થવી જોઈએ અને દંડ પણ મળવો જોઈએ અને તો જ ભવિષ્યમાં એક દાખલો બેસશે.
તેમણે પોતાની પાર્ટીના ભાજપ સાથેના જોડાણની વાત કરતાં રાહુલ ગાંધીને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું મહિનાઓની મહેનત કર્યા બાદ પણ 2014 ની ચૂંટણીની પહેલા રાહુલ ગાંધીએ રામ વિલાસ પાસવાનને મુલાકાત આપવાથી ઇનકાર કરી દીધો હતો. યુપીએ ગઠબંધન છોડીને ભાજપમાં જોડાવાનું આ જ કારણ મુખ્ય હતું. હાલ રાહુલ ગાંધી તેની જવાબદારીઓને વધુ પડતી ગંભીરતાથી લઈ રહ્યા છે, તેમેન સંસદમાં આપેલું ભાષણ અશોભનીય હતું.