Top Newsનેશનલ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએનો વિજય, ચિરાગ પાસવાને કહ્યું પીએમ મોદી અને નીતિશ કુમારની જીત…

પટના: બિહાર વિધાનસભા ચૂંટણીમાં 2025 એનડીએ ગઠબંધનને પ્રચંડ વિજય મેળવ્યો છે. ભાજપે 90 થી વધુ બેઠકો જીતી છે અને જેડીયુ એ 80 થી વધુ બેઠકો જીતી છે. ચિરાગ પાસવાનના એલજીપી એ પણ 20 થી વધુ બેઠકો મેળવી છે. જ્યારે ભાજપ અને જેડીયુએ એનડીએ ના બહુમતીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ત્યારે ચિરાગ પાસવાનની એલજેપીએ પણ આ વિજયને સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

પીએમ મોદી અને નીતિશ કુમારની જીત

એનડીએ ગઠબંધનની જીત બાદ ચિરાગ પાસવાને કહ્યું કે બિહારમાં ડબલ-એન્જિન સરકારને મજબૂત કરવાનો સમય આવી ગયો છે, જેમાં ડા પ્રધાનમોદી અને નીતિશ કુમાર આગામી પાંચ વર્ષ માટે બિહારને વિકાસ તરફ દોરી જવા માટે કામ કરશે. આ એનડીએ પર સવાલ ઉઠાવનારાઓને જવાબ છે. તેમણે કહ્યું કે આ પીએમ મોદી અને નીતિશ કુમારની જીત છે.

રાજ્યના તમામ મતદારોનો નમન

સીએમ નીતિશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું કે, બિહારના લોકોએ વિધાનસભા ચૂંટણીમાં અમને પ્રચંડ બહુમતી આપીને અમારી સરકાર પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેની માટે રાજ્યના તમામ મતદારોનો નમન, હૃદયપૂર્વકનો આભાર. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સમર્થન માટે તેમનો હૃદયપૂર્વકનો આભાર માનું છું.

લોકસભા ચૂંટણીમાં એલજેપીએ પાંચ બેઠક જીતી

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024 ની લોકસભા ચૂંટણીમાં ચિરાગ પાસવાનની આગેવાનીમાં એલજેપી રામ વિલાસે પાંચ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને બધી બેઠકો જીતી હતી.

આ પણ વાંચો…પીએમ મોદીએ ભાજપ કાર્યાલય ખાતે ગમછો લહેરાવી ઝીલ્યું અભિવાદન, જાણો તેની પાછળનો સંદેશ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button