બિહારમાં ગુરુવારે પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા બેઠકો પર મતદાન, 1314 ઉમેદવારો મેદાનમાં

પટના : બિહારમાં 6 નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં 18 જીલ્લામાં 121 વિધાનસભા બેઠકો માટે મતદાન યોજાશે. જેની માટે 1314 ઉમેદવાર મેદાનમાં છે.
બિહારમાં પ્રથમ તબક્કામાં મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, ખાગરિયા, મુંગેર, લખીસરાય, શેખપુરા, નાલંદા, પટના, ભોજપુર અને બક્સર જીલ્લાનો સમાવેશ થાય છે. 121 બેઠકોમાં 102 સામાન્ય અને 19 અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોનો સમાવેશ થાય છે.
આપણ વાચો: બિહાર ચૂંટણીઃ અમદાવાદમાં વસેલા બિહારીએ કહી આ વાત
પ્રથમ તબક્કા માટે મતદાનની તૈયારીઓ પૂર્ણ
બિહારમાં પ્રથમ તબક્કા માટે 6 નવેમ્બરના રોજ મતદાનની તૈયારીઓ પૂર્ણ થઈ છે. જેમાં મતદાન કર્મચારીઓને આજે મોડી સાંજ સુધી EVM, VVPAT અને અન્ય દસ્તાવેજો સાથે મતદાન મથકો પર પહોંચશે. જેથી તેઓ ગુરુવારે સવારે 5:00 વાગ્યે શરૂ થતા મોક પોલ પછી સમયસર મતદાન શરૂ કરાવી શકે.
બિહારમાં મતદાન સવારે 7:00 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:00 વાગ્યે સમાપ્ત થશે. જયારે કેટલાક મતવિસ્તારોમાં, આ સમય 5:00 વાગ્યા સુધી જ રાખવામાં આવ્યો છે. આ અંગે ચૂંટણી પંચે પુરતી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી છે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં અર્ધ સૈન્ય દળોને તૈનાત કરવામાં આવ્યા છે.
આપણ વાચો: બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડધમ શાંત, 6 નવેમ્બરે મતદાન
પ્રથમ તબક્કામાં 7,37,765 મતદારો પહેલી વાર મતદાન કરશે
પ્રથમ તબક્કામાં કુલ 3 કરોડ 75 લાખ અને 13 હજાર મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આમાં 1 કરોડ 98 લાખ 35 હજાર પુરુષો અને 1 કરોડ 76 લાખ 77 હજાર મહિલાઓ અને 758 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
મતદાન મથકો પર અપંગ અને વૃદ્ધ મતદારો માટે ખાસ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. મતદાનના પ્રથમ તબક્કામાં 7,37,765 મતદારો પહેલી વાર મતદાન કરશે. જેમાં મોટાભાગના 18-19 વર્ષની વય જૂથના યુવા મતદારો છે,



