Top Newsનેશનલ

Bihar Elections Results 2025: આજે આ જાણીતા સ્ટાર્સની કિસ્મતનો થશે ફેંસલો, કર્યો હતો ધૂમ પ્રચાર

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના આજે પરિણામો જાહેર થશે. બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આ વખતે ફિલ્મ અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ પણ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.

મૈથિલી ઠાકુરની કિસ્મતનો ફેંસલોઃ લોકગાયિકા મૈથિલી ઠાકુરે બિહાર વિધાનસભામાં દરભંગાના અલીનગર વિધાનસભા સીટ પરથી ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી. આ તેની પ્રથમ વિધાનસભા ચૂંટણી હતી. તેનો સીધો મુકાબલો આરજેડી નેતા હતા. તેના સપોર્ટમાં ખુદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સભા ગજવી હતી.

સુશાંત રાજપૂતની બહેન પણ ઉતરી

બોલિવુડ સ્ટાર સુશાંત સિંહની બહેન પણ ચૂંટણી મેદાનમાં ઉતરી છે. એક્ટરની પિતરાઈ બહેન દિવ્યા ગૌતમે ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીએ પટનાની દીધા સીટથી ઉમેદવાર બનાવી હતી. ચૂંટણી દરમિયાન તેણે સુશાંત સાથે ન્યાય થયો કે નહીં જનતા નક્કી કરશે તેમ કહ્યું હતું.

છપરા બેઠક પર ખેસારી લાલ યાદવનો નિર્ણય

ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવના ચૂંટણી મેદાનમાં ઉતરવાથી આ વખતે છપરા વિધાનસભા બેઠક સૌથી હોટ સીટ બની ગઈ હતી. RJDની ટિકિટ પર ઉતરેલા ખેસારીએ એવો ધમાકેદાર પ્રચાર કર્યો કે તેમની રેલીઓમાં આવેલી ભીડને કારણે તેમની જીત નિશ્ચિત માનવામાં આવે છે. પરંતુ મોટો સવાલ એ છે કે શું ખેસારીનો સ્ટારડમ મતોમાં પરિવર્તિત થઈ શકશે કે નહીં, તે જોવું રહ્યું. કારણ કે તેમની બેઠક પર ભોજપુરી સિતારાઓ મનોજ તિવારી, રવિ કિશન અને પવન સિંહએ તેમની વિરુદ્ધ જોરદાર પ્રચાર કર્યો છે.

રિતેશ પાંડેની શાખ દાવ પર

ભોજપુરી ઇન્ડસ્ટ્રીના ફેમસ સિંગર રિતેશ પાંડે પણ રાજકારણમાં પગ મૂકી ચૂક્યા છે. પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીએ તેમને બિહારના કરગહર વિધાનસભા ક્ષેત્રમાંથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. પીકે (પ્રશાંત કિશોર)ની પાર્ટીને વિશ્વાસ છે કે તેમની લોકપ્રિયતા અને જનતા સાથેનું તેમનું જોડાણ તેમને જીતવામાં મદદ કરશે. રિતેશ પાંડેનું સુપરહિટ ગીત ‘હેલો કૌન’ યુટ્યુબ પર 900 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ જોવાયેલું ભોજપુરી ગીત છે.

નેહા શર્માના પ્રચારની અસર થશે?

આ ઉપરાંત, બિહારની ભાગલપુર બેઠક પર સૌની નજર ટકેલી છે, કારણ કે આ હાઈ પ્રોફાઇલ બેઠકના એક ઉમેદવાર બીજું કોઈ નહીં પણ બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માના પિતા અજીત શર્મા છે. તેઓ કોંગ્રેસની ટિકિટ પર આ ચૂંટણી લડી રહ્યા છે. નેહા શર્માએ પોતાના પિતાને ટેકો આપવા માટે ભાગલપુરમાં રોડ શો કર્યો હતો અને ભાગલપુરની જનતા પાસે વોટ માંગ્યા હતા. અભિનેત્રીના રોડ શોની કેટલી અસર તેમના પિતાને જીત અપાવવામાં મદદ કરે છે, તે જોવાનું રહેશે.

પવન સિંહે કર્યો ભાજપનો પ્રચાર

ભોજપુરી સુપરસ્ટાર પવન સિંહ ભલે ચૂંટણી ન લડી રહ્યા હોય, પરંતુ તેમણે સમગ્ર બિહારમાં ભાજપનો જોરદાર પ્રચાર કર્યો. તેમણે એવો દાવો કર્યો કે તેઓ આખા બિહારમાં ફર્યા અને લોકો સાથે મુલાકાત કરી હતી. બિહારમાં આ વખતે એનડીએની સરકાર જ બનશે. હવે તેમના ચાહકો ચૂંટણી પરિણામોની રાહ જોઈ રહ્યા છે.

જ્યોતિ સિંહનું સપનું પૂરું થશે?

બિહારના રોહતાસ જિલ્લા હેઠળ આવતી કારાકાટ વિધાનસભા બેઠક આ વખતે બિહારની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં છે. કારણ કે ભોજપુરી સિનેમાના પાવરસ્ટાર પવન સિંહની પત્ની કારાકાટ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર છે. ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યોતિ સિંહએ ડોર-ટુ-ડોર (ઘરે-ઘરે જઈને) પ્રચાર પર ભાર મૂક્યો. આ ઉપરાંત, પવન સિંહ સાથેના તેમના વિવાદે પણ ઘણી હેડલાઇન્સ બનાવી છે.

આ પણ વાંચો…બિહાર વિધાનસભા ચૂંટણીઃ કચરામાંથી મળી હજારો VVPAT સ્લિપ, RJD એ કર્યો આવો આક્ષેપ…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button