નેશનલ

બિહાર મતદાર યાદીમાં ‘ગોટાળો’? ચંદ્રબાબુ નાયડુ સહિત વિપક્ષનો વિરોધ, ભાજપ મૌન…

નવી દિલ્હી: બિહારમાં ચૂંટણી પૂર્વે મતદાર યાદીમાં થયેલી ગડબડ સુધારવાની કામગીરીને મુદ્દે ભારે હોબાળો મચેલો છે. ચૂંટણી પંચે બિહારમાં જે મતદાર યાદીનું વિશેષ સઘન પુનરીક્ષણ શરુ કર્યું છે અને તેનું લગભગ ૮૮ ટકા જેટલું કામ સોમવારે જ પૂરું થઈ ચુક્યું છે. હવે માત્ર પાંચથી દસ ટકા મતદારોના ફોર્મ જ બાકી છે, જેના માટે હજુ દસ દિવસનો સમય છે. આ ટૂંકા સમયને લઈને વિરોધ પક્ષ સવાલો ઉભા કરી રહ્યું છે.

જો કે અમુક સવાલોનાં જવાબ બાકી છે, કારણ કે ચુંટણી પંચના કર્મીઓએ જે ફોર્મ જમા કર્યા છે- તેમાં ક્યાંક આધાર નંબર લીધા છે, તો ક્યાંક નથી લીધા. ક્યાંક જન્મ પ્રમાણપત્ર માંગ્યું છે તો ક્યાંક નથી માંગ્યું. ક્યાંક તો એક બુથ પર હજારો નામ પહેલાથી જ કાઢી નાખવામાં આવ્યા હતાં. આથી ચૂંટણી પંચની એસઆઈઆર પ્રક્રિયા ફરીથી સ્વાલોના ઘેરાય ગઈ છે. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે, અને એનડીએના સાથી ટીડીપીએ ચુંટણી પંચ સુધી પોતાની વાત પહોંચાડી છે.

ચન્દ્રબાબુ નાયડુએ વખોડ્યું આ પગલું
ચન્દ્રબાબુ નાયડુની પાર્ટીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ચૂંટણી પહેલા મતદાર યાદી સુધારણા બિલકુલ ન થવી જોઈએ. બીજું કે જેની પાસે પહેલેથી જ ચૂંટણી કાર્ડ છે, તેમની પાસેથી દસ્તાવેજ ન માંગવામાં આવે અને ચૂંટણી પંચ એસઆઈઆર પ્રક્રિયાને નામે નાગરિકતા નક્કી કરવા જેવા નિર્ણય બિલકુલ ન કરે. એટલે કે ચંદ્રબાબુ નાયડુની પાર્ટીએ પણ બિહારમાં ચાલી રહેલી એસઆઈઆરની પ્રક્રિયાને લઈને સહમતી સાધી નથી.

જેડીયુનો દાવો કે આ એક સામાન્ય પ્રકિયા
જેડીયુનો દાવો છે કે એસઆઈઆર એક સામાન્ય પ્રકિયા છે પરંતુ જયારે સવાલ દસ્તાવેજ માંગવાનો આવે છે, ત્યારે તેમાં ગડબડ દેખાઈ આવે છે. ચૂંટણી પંચનું કહેવું છે કે દસ્તાવેજ જરૂરી નથી પરંતુ ગ્રાઉન્ડ લેવલે બીએલઓ દસ્તાવેજ માંગી રહ્યા છે. જેડીયુનો દાવો છે કે મતદાર યાદીમાં ગડબડ છે અને આ એક ચોખ્ખી યાદી નથી. તો હવે તેને સુધારવાના પ્રયાસ થઇ રહ્યા છે તો શું વાંધો છે?

જેડીયુની સ્પષ્ટતા
આ મુદ્દે મીડિયા સાથે વાત કરતા રાજીવ રંજને કહ્યું હતું કે આ પ્રક્રિયામાં પારદર્શિતા હોવી જોઈએ. જે પણ નામ હટાવવામાં આવી રહ્યા છે, તેની વિસ્તૃત માહિતી આપવી જોઈએ. જેથી જેમનું નામ હટાવવામાં આવ્યું છે કે તેમને પણ જાણ થાય જે તેમનું નામ શા કારણથી હટાવવામાં આવ્યું છે. વળી તેમણે બીએલઓ દ્વારા માંગવામા આવી રહેલા દસ્તાવેજના મુદ્દે પણ વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે બીએલઓને સ્પષ્ટ આદેશ હોવો જોઈએ કે તેઓ દસ્તાવેજ ન માંગે તેમજ ચૂંટણી પ્રક્રિયાના અંતિમ સમયે આટલી ઉતાવળ કેમ?

વિરોધ પક્ષનાં આરોપ
માલે મહાસચિવ કા. દીપંકર ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, “આ કોઈ સામાન્ય પ્રક્રિયા નથી. અમને તેની જાણકારી ત્યારે મળી, જ્યારે બીએલઓ ઘરે-ઘરે જઈને દસ્તાવેજો માંગવા લાગ્યા. આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, માતા-પિતાના નામ અને તેમના દસ્તાવેજો પણ માંગવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયાને કારણે સમગ્ર બિહારમાં દહેશતનો માહોલ છે.”

ભાજપની ચૂપકીદી અને NDA માં ભંગાણ?
NDA ની મુખ્ય પાર્ટી ટીડીપીએ પણ આ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો છે. ટીડીપી ઈચ્છે છે કે ચૂંટણી પહેલાં આવું કંઈ ન થાય, જેનાથી મૂંઝવણ ઊભી થાય. ટીડીપીએ પણ ચૂંટણી પંચને લેખિતમાં માંગ કરી છે કે જેમની પાસે પહેલાથી વોટર આઈડી કાર્ડ છે, તેમની પાસેથી ફરીથી દસ્તાવેજો માંગવા ગેરવાજબી છે. આ પહેલાં કોંગ્રેસ, આરજેડી, વામ પક્ષો, જેએમએમ, ટીએમસી, સપા, શિવસેના જેવા પક્ષો પણ આયોગને પત્ર લખી ચૂક્યા છે.

ચૂંટણી પંચની સ્પષ્ટતા
ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે કે આ એક નિયમિત પ્રક્રિયા છે, જેમાં કોઈને ડરવાની જરૂર નથી. દસ્તાવેજો આપવા ફરજિયાત નથી. પરંતુ જ્યારે આયોગ કહે છે કે દસ્તાવેજો ફરજિયાત નથી, અને બીએલઓ (BLO) દસ્તાવેજો માંગી રહ્યા છે, ત્યારે લોકોને ગેરસમજ થાય છે. આમાં આયોગની જવાબદારી બને છે કે તે પોતાના કર્મચારીઓને સ્પષ્ટ નિર્દેશ આપે અને રાજ્ય સરકારને પણ કહે કે બીએલઓની કાર્યપ્રણાલીમાં પારદર્શિતા હોય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button