બિહાર ચૂંટણીમાં ગુજરાતના કયા 10 આઈએએસને ચૂંટણી નિરીક્ષક તરીકે મુકવામાં આવ્યા, જુઓ લિસ્ટ | મુંબઈ સમાચાર
નેશનલ

બિહાર ચૂંટણીમાં ગુજરાતના કયા 10 આઈએએસને ચૂંટણી નિરીક્ષક તરીકે મુકવામાં આવ્યા, જુઓ લિસ્ટ

અમદાવાદઃ બિહારમાં બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ગુજરાતમાંથી 10 આઈએએસ અધિકારીઓની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મિલિન્દ તોરવણે, રાહુલ ગુપ્તા, રાજેશ માંજુ, રાજકુમાર બેનિવાલ, આલોક કુમાર પાંડે, સંદિપ જે સાંગલે, ધવલકુમાર પટેલ, નાગરાજન એમ, વી જે રાજપૂત અને ડો. હર્ષિત પી ગોસાવીની નિમણૂક કરવામાં આવી હતી.

આ દસ આઈએસની ગેરહાજરીમાં અનુક્રમે રાજેન્દ્ર કુમાર, સંજીવ કુમાર, બી એ શાહ, રેમ્યા મોહન, જેનુ દેવન, આઈ આર વાળા, પી સ્વરૂપ, રતનકંવર એચ ગઢવીચારણ, વી કે જાદવ, નીતિન સાંગવાન ચાર્જ સંભાળશે.

બિહારમાં વિધાનસભાની કુલ 243 બેઠકો છે. જેમાંથી જનતા દળ (જેડીયુ) 101 બેઠકો પર ચૂંટણી લડશે, ભારતીય જનતા પાર્ટી 101 બેઠકો પર ચૂંટણી લડશે, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 29 બેઠકો પર, હિંદુસ્તાની આવામ પાર્ટી 6 બેઠકો પર અને રાષ્ટ્રીય લોક મોર્ચો પાર્ટી 6 બેઠકો પર વિધાનસભાની ચૂંટણી લડશે. બિહારમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. 6 નવેમ્બરે પહેલા ચરણમાં મતદાન થશે અને 11 નવેમ્બરે બીજા ચરણમાં મતદાન યોજાશે. જ્યારે 14મી નવેમ્બરે મતગણતરી કરવામાં આવશે.

આ પણ વાંચો: બિહાર ચૂંટણી સંગ્રામ: લોક જનશક્તિ પાર્ટીએ પહેલી ઉમેદવાર યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ…

બિહાર વિધાનસભા ચૂંટણી પર નજર કરવામાં આવે તો, આ વખતે 90,717 મતદાન મથકોનો વધારો થયો છે. વિધાનસભા ચૂંટણી 2025માં 7.42 કરોડ મતદાતાઓ મતદાન કરવાના છે. જેમાં 4 લાખથી પણ વધારે વરિષ્ઠ નાગરિકો પણ મતદાન કરવાના છે. જેમની ઉંમર 100 વર્ષ કરતા પણ વધારે હોય તેવા 14,000 મતદાતાઓ બિહારમાં છે. આ સાથે જે લોકો પહેલી વખત મતદાન કરવાના છે તેવા મતદાતાઓની સંખ્યા 14 લાખથી પણ વધારે છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button