નેશનલ

Bihar વિધાનસભામાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે શાબ્દિક યુદ્ધ, નીતિશ કુમારે કહી આ વાત

નવી દિલ્હી : બિહાર(Bihar)વિધાનસભામાં મંગળવારે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. જેમાં નીતિશ કુમારે તેજસ્વી યાદવને જણાવ્યું કે તમારા પિતા( લાલુ પ્રસાદ યાદવ) ને મે જ મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યાં સુધી કે તમારી જાતિના લોકો જ મને પૂછતાં હતા કે તમે આવું કેમ કર્યું. તેમ છતાં મે તેમને સમર્થન આપ્યું હતું.

આ પણ વાંચો: નીતિશ કુમારે જેપી નડ્ડા સાથે કરી મુલાકાતઃ જાણો શું થઈ ચર્ચા?

લાલુ યાદવને સીએમ મે બનાવ્યા હતા : નીતિશ કુમાર

આ વિવાદ ચરમસીમએ ત્યારે પહોંચ્યો જ્યારે નીતિશ કુમાર એનડીએ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો વિશે વિધાનસભામાં બોલવા માટે ઉભા થયા. જ્યારે મુખ્યમંત્રીએ તેમની સરકારની સિદ્ધિઓ ગણવાનું શરૂ કર્યું, ત્યારે તેજસ્વી યાદવે તેમને અટકાવ્યા. આના પર સીએમ નીતીશે વળતો જવાબ આપ્યો, “બિહારમાં પહેલા શું હતું? મેં જ તમારા પિતા લાલુ યાદવને સીએમ મે બનાવ્યા હતા.

લાલુ યાદવ ફક્ત પછાત વર્ગ બનાવવા માંગતા હતા

નીતિશ કુમારે વિપક્ષના ભારે હોબાળા બાદ તેજસ્વીને કહ્યું તમને કંઈ ખબર નથી. જ્યારે લાલુ યાદવ બિહારમાં પછાત વર્ગ અને અત્યંત પછાત વર્ગને દૂર કરીને ફક્ત પછાત વર્ગ બનાવવા માંગતા હતા. ત્યારે મેં કહ્યું હતું કે આ ખોટું છે અને મેં તે સમયે તેનો વિરોધ કર્યો હતો. વર્ષ 1994 માં અમે અલગ થઈ ગયા અને બધા સાથે મળીને કામ કર્યું.

આરજેડી પર નિશાન સાધ્યું

બિહાર વિધાનસભા સત્ર દરમિયાન, મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે પહેલા કોઈ સાંજ પછી ઘરની બહાર નીકળતું ન હતું, પરંતુ હવે બધા રાત્રે 11 વાગ્યા સુધી બહાર નીકળે છે. અમે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ઘણું કામ કર્યું છે. અમે છોકરાઓ અને છોકરીઓ માટે ડ્રેસ સ્કીમ શરૂ કરી.

રાજ્યમાં ભય અને દહેશતનું વાતાવરણ નથી

નીતિશ કુમારે કહ્યું કે પહેલા સમાજમાં ઘણા વિવાદો થતા હતા. હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ઘણા ઝઘડા થતા હતા, શિક્ષણ અને વીજળીની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. પહેલાં સારવારની કોઈ વ્યવસ્થા નહોતી જ્યારે અમે આવ્યા ત્યારે અમે આ બધી બાબતો પર કામ કર્યું. હવે રાજ્યમાં ભય અને દહેશતનું વાતાવરણ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button