Bihar વિધાનસભામાં રાબડી દેવી પર પ્રહાર બાદ પુત્રી રોહિણીએ સીએમ નીતિશ કુમારને આપ્યો આ જવાબ…

પટના : બિહારમાં(Bihar)આ વર્ષના અંતે યોજનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું છે. જેમાં હાલ બિહારના સીએમ નીતિશ કુમાર અને લાલુ પરિવાર વચ્ચે રાજકીય આક્ષેપો ચરમસીમાએ છે. જેમાં આજે નીતિશ કુમારે વિધાનસભામાં રાબડી દેવી પર પ્રહાર કર્યા હતા. ત્યારે લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યએ મોરચો સંભાળ્યો અને નીતિશ કુમારને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું તમે એ લોકોના ખોળામાં જઇને બેઠા છો. જેમણે તમારા ડીએનએમાં ખામીઓ બતાવી હતી.
જુગાડથી સત્તામાં ટકી રહ્યા : રોહિણી
રોહિણીએ નીતિશ કુમાર પર હુમલો કરવા માટે શુદ્ધ ભોજપુરી શૈલી અપનાવી. તેમણે X પર નીતિશ વિશે કડક શબ્દોમાં ટ્વિટ કર્યું અને લખ્યું, “અરે, તમારે ચૂપ રહેવું જોઈએ.. વધારે વાત ના કરો.. તમારી પાસે બોલવાની તાકાત નથી.. તમે એવા વ્યક્તિના ખોળામાં જઈને બેઠા છો જે કહે છે કે તમારા ડીએનએ માં કંઈક ખોટું છે.. અને તમે એક સારા પતિ ન બની શક્યા. તમે જુગાડથી સત્તામાં ટકી રહ્યા છો. તમે નંબર ત્રણ પાર્ટીના નંબર ત્રણ જુગાડુ નેતા છો.
બંને નેતાઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ થયું
સારણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા રોહિણીએ આ ટ્વીટ દ્વારા જનતા દળ યુનાઇટેડ પર આકરા પ્રહારો કર્યા. હાલ બિહાર વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી સત્રમાં નીતિશ કુમાર અને રાબડી દેવી વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. આ સંદર્ભમાં આજે પણ બંને નેતાઓ વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ થયું.
નીતિશ કુમાર અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી વચ્ચે ઉગ્ર ચર્ચા
આજે વિપક્ષી MLCs અનામતના મુદ્દાવાળા ટી-શર્ટ પહેરીને વિધાન પરિષદની કાર્યવાહીમાં ભાગ લેવા પહોંચ્યા હતા અને શાસક પક્ષ પાસેથી 9મી અનુસૂચિમાં 65 ટકા અનામતનો સમાવેશ કરવાની માંગ કરીને હંગામો મચાવી રહ્યા હતા. ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી તેનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉભા થઈને વિપક્ષ પર હુમલો કર્યો હતો. આ પહેલી વાર નથી જ્યારે નીતિશ કુમાર અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ હોય.
આ પણ વાંચો : Bihar વિધાનસભામાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે શાબ્દિક યુદ્ધ, નીતિશ કુમારે કહી આ વાત
બિહારમાં કોઈ કામ થયું નહીં
ઉલ્લેખનીય છે કે, 20 માર્ચે વિપક્ષે હોબાળો મચાવ્યા બાદ, મુખ્યમંત્રી નીતિશ કુમાર ગૃહમાં ઉભા થયા. રાબડી દેવી તરફ ઈશારો કરીને તેમણે કહ્યું, જ્યારે તેમના પતિ સત્તામાં હતા ત્યારે પરિસ્થિતિ કેવી હતી. બિહારમાં કોઈ કામ થયું નહીં. જો કોઈ ઘટના બની હશે તો તપાસ થશે. જ્યારે તેમના પતિ સત્તામાં હતા, ત્યારે શું કોઈ તપાસ હાથ ધરવામાં આવી હતી. તમે કોઈ કામ કર્યું છે.