આસામ પોલીસને મળી મોટી સફળતા: 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત
ગુવાહાટી: આસામમાં પોલીસને મોટી સફળતા મળી હતી અને 120 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. એક રિપોર્ટ અનુસાર, આસામના બરાક ખીણના કરીમગંજ અને કછાર જિલ્લામાં એક ઓપરેશનમાં 120 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. પોલીસે આ જાણકારી આપી હતી. પોલીસે આ મામલે પાંચ લોકોની ધરપકડ કરી હતી.
કરીમગંજ જિલ્લામાં આઇજીપી પાર્થ સારથી મહંતના નેતૃત્વમાં પુવામારા બાયપાસ પર સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને જિલ્લા પોલીસ દ્ધારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક ટ્રકમાં છૂપાવવામાં આવેલા ડ્રગ્સને જપ્ત કરાયું હતું.
પાર્થ સારથીએ જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલ ડ્રગ્સમાં પ્રતિબંધિત 3,50,000 યાબા ટેબલેટ અને 1.3 કિલોગ્રામ ડેરોઇન સામેલ છે જેને સાબુના 10 ડબ્બામાં છૂપાવવામાં આવ્યું હતું. યાબા ટેબલેટ ઉત્તેજકોનું એક સંયોજન છે જેમાં મેથામફેટામાઇન અને કેફીન હોય છે. તેમણે કહ્યું હતું કે જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત લગભગ 115 કરોડ રૂપિયા છે.
રાજ્યના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “આ મોટી કાર્યવાહી ડ્રગ્સ વિરુદ્ધ અમારી લડાઇની મજબૂતીને વેગ આપશે. આસામ પોલીસનું શાનદાર કામ.