નેશનલ

આરટીઆઈમા થયો મોટો ખુલાસો, મનમોહનસિંહ સરકારે આપી હતી આટલા કરોડની હજ સબસીડી

નવી દિલ્હી : દેશમા ડૉ. મનમોહન સિંહના કાર્યકાળ દરમિયાન હજયાત્રા માટે અપાતી સબસીડી મુદ્દે આરટીઆઇમા મોટો ખુલાસો થયો છે. આરટીઆઈ કાર્યકર્તા પ્રફુલ્લ પી. શારદાએ માહિતી આપતા જણાવ્યું છે કે, વર્ષ 2004 થો 2014 દરમિયાન ડૉ. મનમોહન સિંહના નેતૃત્વ હેઠળની યુપીએ સરકારે હજ સબસિડી મારે 6,560 કરોડની ફાળવણી કરી હતી. જે જોઈએ તો દર વર્ષ સરેરાશ રૂપિયા 655 કરોડ રૂપિયા થાય છે. જ્યારે મોદી સરકારના શરૂઆતના વર્ષો 2014 થી 2017 સુધી 1,137 કરોડ રૂપિયા વધારાના ખર્ચ કરવામાં આવ્યા હતા. જેનાથી 13 વર્ષનો કુલ ખર્ચ 7697 કરોડ થયો છે.

2017 ના બજેટમાં 200 કરોડ રૂપિયાથી વધુ ખર્ચનો અંદાજ હતો

હજયાત્રીઓ વર્ષ 1994 થી વર્ષ 2017 સુધી સબસીડી સાથે હજયાત્રા કરતા હતા.જોકે, વર્ષ 2018થી હજ માટે સબસીડી બંધ કરવામા આવી છે. આરટીઆઈ કાર્યકર્તાએ સરકારી વિભાગોએ આપેલી માહિતી મુજબ વર્ષ 2008 મા સૌથી વધુ વાર્ષિક સબસિડી 895 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. તેના છેલ્લા વર્ષમાં પણ તે બંધ થયાના એક વર્ષ પહેલા 2017 ના બજેટમાં 200 કરોડ રૂપિયાથી વધુ ખર્ચનો અંદાજ હતો.

વર્ષ 2020 અને 2021 મા કોવિડ ને કારણે હજ યાત્રા રદ

આ ઉપરાંત 11 એપ્રિલ 2025 ના રોજ ભારતીય હજ સમિતિ તરફથી મળેલા જવાબ મુજબ વર્ષ 2014 થી 2024 દરમિયાન ભારતીય હજ સમિતિ હેઠળ હજ માટે જતા યાત્રાળુઓની સંખ્યા આ મુજબ હતી. વર્ષ 2014માં 99,915 વર્ષ 2019માં 1,39,987, વર્ષ 2020 અને 2021 મા કોવિડ ને કારણે હજ યાત્રા રદ કરવામાં આવી હતી,.
જ્યારે વર્ષ 2024મા 1,39,964 હજયાત્રીએ યાત્રા કરી હતી.

વર્ષ 2016મા 405.39 કરોડનો ખર્ચ

જયારે હજ સબસીડીની વર્ષ મુજબ સબસીડીની વાત કરીએ તો, વર્ષ 1994માં રૂપિયા 10.51 કરોડ, વર્ષ 1998મા 10.51 કરોડ, વર્ષ 2001માં 151.00 કરોડ , વર્ષ 2005માં 196.00 કરોડ, વર્ષ 2007મા 477. 00 રૂપિયા, વર્ષ 2012મા 836.56 કરોડ, વર્ષ 2013મા 680.00 કરોડ, વર્ષ 2014મા 577.07 કરોડ, વર્ષ 2015માં 529.51 કરોડ, વર્ષ 2016મા 405.39 કરોડ અને વર્ષ 2017માં 200 કરોડની આસપાસ ખર્ચ થયો હતો.

આપણ વાંચો:  વડાપ્રધાન મોદીએ ઈલોન મસ્ક સાથે ફોન પર વાત કરી, આ ક્ષેત્રે ભાગીદારી આગળ વધારશે

શું હતી હજ સબસિડી ?

હજ સબસિડી ભારત સરકાર દ્વારા આપવામાં આવતી નાણાકીય સહાય હતી. આ સબસિડી મક્કા અથવા સાઉદી અરેબિયામાં હજ યાત્રા કરી રહેલા મુસ્લિમોને આપવામાં આવતી હતી. તે મુખ્યત્વે એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર વળતર સાથે હવાઈ ભાડાના સ્વરૂપમાં આપવામાં આવતી હતી. જેનાથી હજયાત્રીઓ માટે યાત્ર સરળ અને સસ્તી બની હતી. આ સબસિડીનો હેતુ ઓછી આવક ધરાવતા લોકો માટે યાત્રાને વધુ સુલભ બનાવવાનો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button