ભારતમાં ધર્માંતરણની આડમાં ISIની લેડી બ્રિગેડનો પર્દાફાશઃ જાણો પાકિસ્તાનનું કનેક્શન? | મુંબઈ સમાચાર

ભારતમાં ધર્માંતરણની આડમાં ISIની લેડી બ્રિગેડનો પર્દાફાશઃ જાણો પાકિસ્તાનનું કનેક્શન?

આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રા ગેરકાયદે ધર્માંતરણ રેકેટમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. જેમાં પોલીસે ધરપકડ કરેલા આરોપીઓની પૂછપરછમાં પાકિસ્તાનના આઈએસઆઈનું કનેકશન પણ પ્રકાશમાં આવ્યું છે. જેમાં ભારતમાં ધર્માંતરણ રેકેટની આડમાં ભારતમાં પાકિસ્તાનની આઈએસઆઈની લેડી બ્રિગેડ તૈયાર કરવામાં આવી રહી હતી. ભારતમાં પાકિસ્તાન આઈએસઆઈની લેડી સ્લીપર સેલ તૈયાર કરવાનું ષડયંત્ર રચી રહ્યું હતું.

ફિલીપાઈન્સની એનજીઓ ફંડીગ કરતી હતી

આ પૂછપરછમાં માહિતી પ્રકાશમાં આવી છે કે ફિલીપાઈન્સની એક એનજીઓ “એનજીઓ ગો ફંડ મી ” ધર્માંતરણ રેકેટ
માટે ફંડીગ કરે છે. જેમાં ક્રિપ્ટો અને ડોલરમાં ફંડીગના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત કેનેડા અને ઇંગ્લેન્ડમાં ડોનેશનના માધ્યમથી સિન્ડીકેટથી ભારતમાં નાણા મોકલતા હતા.

આ પણ વાંચો: ઉત્તર પ્રદેશમાં વધુ ગેરકાયદે ધર્માંતરણ રેકેટે ઝડપાયું, અલીગઢથી 97 યુવતીઓ ગાયબ

ધર્માંતરણ સિન્ડીકેટની એક વોટ્સએપ વિંગ

આ ઉપરાંત દિલ્હીમાં પણ ધર્માંતરણ સિન્ડીકેટની એક વોટ્સએપ વિંગ છે. પીડિત યુવતીઓને આ સિન્ડીકેટના માધ્યમથી જેહાદ માટે તૈયાર કરવામાં આવે છે. પાકિસ્તાનના યુટયુબર તનવીર અહમદ અને સાહિલ અદીબનો પર્દાફાશ થયો છે. આ બંને ધર્માંતરણ સિન્ડીકેટમાં માધ્યમથી પીડિત યુવતીઓને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે ઓનલાઈન ટ્રેનીંગ આપતા હતા. આ બંને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસએસ માટે કામ કરતા હતા. આ સિન્ડીકેટને કેનાડાથી સૈયદ ક્રાઉડ ફંડીગ કરતો હતો. સૈયદ દાઉદ મધ્ય પ્રદેશના ગાંધીનગરનો વતની હતો અને કેનાડાના ઇસ્લામિક સેન્ટર ચલાવતો છે.

બંને વોટ્સએપ ગ્રુપના એડમિન

યુપી એટીએસ આ ઉપરાંત ટેરર એન્ગલ પર કામ કરી રહી છે. જેની બાદ કાશ્મીરના એક માસ્ટર માઈન્ડ હૈરીસની શોધ કરવામાં આવે છે. જે યુવતીઓને ગલ્ફ દેશોમાં મોકલવાની યોજના પણ બનાવતો હતો. પાકિસ્તાનના યુટયુબર તનવીર અહમદ અને સાહિલ અદીબ આ સિન્ડીકેટના માસ્ટર માઈન્ડ હોઈ શકે છે. બંને વોટ્સએપ ગ્રુપના એડમિન છે જેમાં 100 થી વધારે હિંદુ યુવક અને યુવતીઓ તેમાં છે. જેમાં તમામ યુવતીઓનું ધર્માંતરણ કરાવ્યું હતું.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button