નેશનલસ્પોર્ટસ

ભારત-પાકિસ્તાનની મેચ માટે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે?

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય સંબંધોની સાથે સાથે રમતગમત સંબંધો પણ વણસ્યા છે, બન્ને દેશો એકબીજાની સાથે ક્રિકેટ જેવી રમતો પણ ફ્રેન્ડલી રમવામાં અનેક અવરોધો રહે છે. આ બન્ને દેશ આઇસીસીની મોટી ટૂર્નામેન્ટમાં જ આમને સામને થાય છે, આ વખતે પણ એવું જ બન્યુ છે. બન્ને દેશો એશિયન ક્રિકેટ કાઉન્સિલની એશિયા કપ ટૂર્નામેન્ટમાં આમને સામને ટકરાઇ રહ્યાં છે. બન્ને દેશો વચ્ચે આ ટૂર્નામેન્ટમાં રમાયેલી પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, જોકે, હવે ફરી એકવાર ક્રિકેટપ્રેમીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. માહિતી મળી રહી છે કે, ભારત પાકિસ્તાન વચ્ચેની બીજી વનડે મેચ પણ વરસાદના કારણે ધોવાઇ શકે છે.

ભારત અને પાકિસ્તાન બન્ને ટીમ હવે એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં આમને સામને ટકરાશે. આ માચે આગામી રવિવારે એટલે કે 10 સપ્ટેમ્બરે રમાશે. આ મેચમાં વરસાદી ગ્રહણ લાગી શકે છે ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. કોલંબોમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે. આ વાતની પુષ્ટી ખુદ હવામાન વિભાગે વરસાદનું નવું અપડેટ આપીને કરી છે, બન્ને દેશો વચ્ચેની બીજી મેચ 10 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે. હવામાન પર નજર રાખનારી એક્યૂવેધર વેબસાઇટ અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ એટલે કે 10મી સપ્ટેમ્બરના દિવસે વરસાદની 90 ટકા સંભાવના છે. કોલંબો રાત્રે વાવાઝોડાની પણ શક્યતા છે. દિવસની સરખામણીએ રાત્રે વરસાદ વધુ તીવ્ર બની શકે છે. તેની શક્યતા 96 ટકા સુધી છે. રાતભર વાદળછાયું રહેવાની સંભાવના 98 ટકા છે.

આ પહેલા બન્ને ટીમ 2 સપ્ટેમ્બરે ગ્રુપ રાઉન્ડમાં આમને સામને ટકરાયા હતા, તે મેચ વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. વાસ્તવમાં, તેની પાસેથી મેચોની યજમાની પાછી ખેંચી લેવાની પણ વાત થઈ હતી. સતત વરસાદથી મેચો રદ્દ થવાના કારણે એવા રિપોર્ટ હતા કે આ મેચોન હમ્બનટોટા અથવા દામ્બુલામાં શિફ્ટ કરવામાં આવશે, પરંતુ એવું થયું નહીં. હવે એશિયા કપની બાકીની તમામ મેચો અહીં રમાશે.

ટૂર્નામેન્ટની વાત કરીએ તો પાકિસ્તાની ટીમે સુપર 4 રાઉન્ડની શરૂઆત કરી દીધી છે. તેને બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં બાંગ્લાદેશને હરાવ્યું હતું. હવે ટીમની નજર સતત બીજી જીત પર રહેશે. તો વળી, સુપર-4માં ભારતીય ટીમની આ પ્રથમ મેચ હશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ…