કર્ણાટકના સીએમ Siddaramaiah ની સુરક્ષામાં મોટી ચૂક, યુવક સ્ટેજ તરફ દોડી આવ્યો

બેંગલુરુ: કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાની( Siddaramaiah)સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. જેમાં એક કાર્યક્રમમાં શંકાસ્પદ વ્યક્તિ સ્ટેજ પર દોડી આવ્યો હતો. આ વ્યક્તિ સ્ટેજ પર આવીને સીએમ તરફ જવા માંગતો હતો. જો કે સુરક્ષાકર્મીઓની સતર્કતાને કારણે તે મુખ્યમંત્રી સુધી પહોંચે તે પહેલા જ ઝડપી લીધો હતો.
કસ્ટડીમાં શંકાસ્પદ વ્યક્તિ
આ ઘટના બાદ સુરક્ષાકર્મીઓએ તરત જ શંકાસ્પદ વ્યક્તિને પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ તે વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. પરંતુ હજુ સુધી આ વ્યક્તિની ઓળખ અને તેના ઈરાદા વિશે કોઈ માહિતી મળી નથી. તે કયા હેતુથી મંચ પર આવ્યો હતો તે સ્પષ્ટ નથી.
સુરક્ષામાં ખામીઓ પહેલા પણ જોવા મળી છે
આ પહેલીવાર નથી જ્યારે સીએમ સિદ્ધારમૈયાની સુરક્ષામાં ખામી જોવા મળી હોય. લોકસભા ચૂંટણી 2024 દરમિયાન બેંગલુરુ દક્ષિણમાં એક ચૂંટણી રેલી દરમિયાન આવી જ ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારે કોંગ્રેસના એક કાર્યકર્તાએ મુખ્યમંત્રીને હાર પહેરાવતી વખતે કમરમાં પિસ્તોલ છુપાવી રાખી હતી. જેને પાછળથી સુરક્ષામાં ગંભીર ખામી માનવામાં આવી હતી.
આ ઘટના મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કરે છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ હવે આ મામલાની સંપૂર્ણ તપાસ કરી રહી છે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.
Also Read –