સરકાર બનતાની સાથે જ પીએમ મોદી આવશે એક્શનમાં, લેશે આ મોટા નિર્ણયો….

દેશમાં લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે વિવિધ એજન્સીઓ તેમના એક્ઝિટ પોલ જાહેર કરી રહી છે. એક્ઝિટ પોલ અનુસાર એનડીએ સરકાર સતત ત્રીજી વખત બાજે મારી રહી છે અને મોટી બહુમતી સાથે સરકાર બનાવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના 45 કલાકના ધ્યાન બાદ કન્યાકુમારીથી રાજધાનીમાં પરત ફર્યા છે. એવી માહિતી મળી છે કે તેઓ ટૂંક સમયમાં જ પીએમઓના અધિકારીઓ સાથે એક મોટી બેઠક કરવાના છે. ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થતા પહેલા જ પીએમ મોદીએ અધિકારીઓને હોમવર્ક આપી દીધું હતું અને કહ્યું હતું કે મોદી સરકાર 3.0ના પહેલા 100 દિવસમાં લીધેલા નિર્ણયો પૂરા થવા જોઈએ.
વડાપ્રધાન મોદીએ અધિકારીઓને કહ્યું હતું કે પહેલા 100 દિવસમાં ઘણા મોટા નિર્ણય લેવા લેવામાં આવશે આ માટે 2019 સુધી રાહ જોવાની જરૂર નથી. આવી સ્થિતિમાં એમ માનવામાં આવી રહ્યું છે કે અધિકારીઓએ પહેલા 100 દિવસ માટે મોદી સરકારના નિર્ણયોનો એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અને મોદી સરકાર ઓગસ્ટ 2024 સુધીમાં ઘણા મોટા નિર્ણયો લેશે. સરકાર બન્યા બાદ જુલાઈમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. જોકે, હજી ચૂંટણીના પરિણામો આવવાના બાકી છે. આ વખતે ચૂંટણીને કારણે વચગાળાનું બજેટ ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવ્યું હતું.
નવી સરકારની રચના બાદ વડાપ્રધાનના મુખ્ય સચિવ પી કે મિસકર અને NSA અજીત ડોભાલની પ્રથમ નિમણૂક થઈ શકે છે. નવા આર્મી ચીફ અને ઇન્ટેલિજન્સ બ્યુરોના ડિરેક્ટરોની પણ એક મહિનામાં નિમણૂક થઈ શકે છે. વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે વડાપ્રધાન મોદીના સંકલ્પ હેઠળ નવી સરકારનું ફોકસ મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કોમ્પલેક્ષ પર રહેશે. પીએમઓના અધિકારીઓના શપથ બાદ તેમનો 100 દિવસના કાર્યકાળનો એજન્ડા તૈયાર છે. પીએમ મોદીની મિટિંગમાં ચક્રવાતથી લઈને હીટ વેવ પર્યાવરણ દિન વગેરે અનેક મુદ્દાઓ સામેલ રહેશે. હીટ વેવને પહોંચી વળવા માટે કેન્દ્રીય સ્તરે પ્લાન બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પાંચ જૂને સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની મોટાપાયે ઉજવવાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ સિવાય બીજેપી દ્વારા તેના મેનિફેસ્ટોમાં આપવામાં આવેલા વચનો પર પણ કામ શરૂ થઈ જશે. પીએમ મોદી 13 જૂને યોજાનારી G-7 રાષ્ટ્રોની મિટિંગમાં પણ ભાગ લઈ શકે છે.
નોંધનીય છે કે ત્રણ એક્ઝિટ પોલમાં NDAને 400 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જોકે, એક્ઝિટ પોલ પહેલા જ કોંગ્રેસે દાવો કર્યો હતો કે I.N.D.I.A ગઠબંધન ઓછામાં ઓછી 295 બેઠકો જીતશે. 4 જૂને મતગણતરી થવાની છે ત્યારે સ્પષ્ટ થઈ જ જશે કે કેન્દ્રમાં કોની સરકાર બની રહી છે.
Also Read –