મોદી કેબિનેટનો મોટો નિર્ણય, સમગ્ર દેશમાં કરાશે જાતિ આધારિત વસ્તી ગણતરી

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. જેમાં
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મોદી સરકાર સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિતમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે અને હાઇવે અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે
દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાશે
અશ્વિની વૈષ્ણવે કહ્યું કે મોદી સરકાર દેશભરમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે. વસ્તી ગણતરી સાથે જાતિ ગણતરી પણ થશે. તેમણે જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દે કોંગ્રેસને પર આક્ષેપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસે જાતિ આધારિત વસ્તી ગણતરીનો ઉપયોગ પોતાના ફાયદા માટે કર્યો છે.
છેલ્લી જાતિગત વસ્તી ગણતરી વર્ષ 1931માં હાથ ધરવામાં આવી હતી. 94 વર્ષ બાદ સમગ્ર દેશમાં જાતિ આધારિત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. સ્વતંત્ર ભારતમાં પહેલી વાર કેન્દ્ર સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરશે.
આ પણ વાંચો: રાહુલ ગાંધી શા માટે જાતિ આધારિત વસ્તી ગણતરીનો આગ્રહ રાખે છે? તેલંગણાનો અહેવાલ આપી રહ્યો છે જવાબ
આગામી વસ્તી ગણતરીમાં જાતિ આધારિત ગણતરીનો સમાવેશ
અશ્વિની વૈષ્ણવે પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે આજે યોજાયેલી રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) ની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી વસ્તી ગણતરીમાં જાતિ આધારિત ગણતરીનો સમાવેશ કરવામાં આવશે. આને એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. કારણ કે અત્યાર સુધી જાતિ વસ્તી ગણતરી મૂળભૂત વસ્તી ગણતરીનો ભાગ રહી નથી. તેમણે કહ્યું, કેટલાક રાજ્યોએ પોતાના સ્તરે જાતિ સર્વેક્ષણો કર્યા છે. પરંતુ સામાજિક માળખાને સમજવા માટે એક સર્વાંગી અભિગમ જરૂરી છે. CCPA એ નિર્ણય લીધો છે કે હવે જાતિઓની ગણતરી આગામી વસ્તી ગણતરીમાં કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે લાંબા સમયથી કોંગ્રેસ સમગ્ર દેશના વસ્તી ગણતરી સાથે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરી રહી હતી.